________________
ધમ ઓધ ગ્રંથમાળા
: ૫૨ :
ઃ પુષ્પ
કહેવાય છે. આ ચારે પ્રકારના આહારના રાત્રિએ ત્યાગ કરવા ઘટે છે. તેમ ન જ બની શકે તેા અમુક પાણી પીવાની છૂટ રાખી બાકીના ત્રણ આહારના ત્યાગ કરવા ઘટે છે અને તે પશુ ન જ બને તે પાણી અને સ્વાદિમની છૂટ રાખી અશન અને ખાદિમના અવશ્ય ત્યાગ કરવા ઘટે છે. આ રીતે ચતુર્વિધ આહાર એટલે ચવિહુ આહાર કે ચવિહાહારના ત્યાગ કરવા તેને ચવિહાહારનુ` પચ્ચકખાણુ કહેવામાં આવે છે; ત્રિવિધ આહાર એટલે તિવિહુ આહાર કે તિવિહાહારના ત્યાગ કરવા તેને તિવિહાહારનુ` પચ્ચકખાણ કહેવામાં આવે છે અને દ્વિવિધ આહાર એટલે દુવિદ્ધ આહાર કે દુવિહાહારનો ત્યાગ કરવા તેને વિહાહારનુ` પચ્ચકખાણુ કહેવામાં આવે છે. આ શબ્દો અપભ્રંશ બનીને અનુક્રમે ચાવિહાર, તિવિહાર અને દુવિહાર કહેવાય છે.
(૧૫) બહુબીજ
જેમાં બીજો બહુ હોય અને વચ્ચે અંતર હાય નહિ, એટલે કે તેને રહેવાનાં સ્થાન જુદાં જુદાં હાય નહિ, તેને બહુખીજ કહેવામાં આવે છે. રીંગણા, કાઠીંબડા, ટીંબરુ, કરમદાં, ખસખસ, રાજગરા, પંપાટા વગેરે આ પ્રકારની વસ્તુ છે. દાડમ, સીતાફળ, દૂધી, કારેલાં, તુરિયાં એ બહુબીજ કહેવાતાં નથી, કારણ કે તેમાં બીજો વચ્ચે અંતર હાય છે. દરેક ખીજમાં એક પર્યાપ્ત જીવ હાય છે, તેથી બહુમીજના ત્યાગ કરવા ઘટે છે. વળી અહખીજવાળી વસ્તુઓ પિત્તના પ્રકોપ કરે છે, એ કારણે પણ વજવી ઘટે છે.