________________
બોચથમાળા : ૫૪ : (૪) આદુ (શંગબેર). (૫) લીલે કયુરે.
(૬) શતાવરી. ઔષધમાં વિશેષ વપરાય છે. ખાસ કરીને ધાતુપુષ્ટિ અને બુદ્ધિ-મૃતિવદ્ધક પ્રયોગોમાં તેને ઉપયોગ વિશેષ થાય છે. બીજી પ્રત્યેક વનસ્પતિ તેવું જ કામ આપી શકે છે, તેથી તેને ઉપગ અનિવાર્ય નથી.
(૭) વિરાલી. એક જાતની વેલ.
(૮) કુમારી-કુંવારપાઠું, તે સામાન્ય આહારમાં ઉપયોગી નથી, દવા વગેરે કારણે વપરાય છે, એટલે તેનું કામ બીજી વનસ્પતિથી લઈ શકાય.
(૯) શેર (ડાંડલિયે, હાથ લિયે વગેરે). તે પણ સામાન્ય આહારમાં ઉપયોગી નથી, કારણ કે તેનું દૂધ વિષનાં લક્ષણવાળું હોય છે. તેનાં ફળ વિષલક્ષણવાળાં નથી, વળી સ્વાદમાં પણ મધુર હોય છે, તે કારણે કેટલાક લોકો ખાય છે. કેટલાક તેને ઉપગ દમને વ્યાધિ મટાડવા માટે કરે છે, તેથી અહીં તેનું અભક્ષ્ય તરીકે સ્પષ્ટ વિધાન કરવામાં આવ્યું છે.
(૧૦) ગળે.
(૧૧) લસણ. તેને ખાવાથી મુખ દુર્ગંધવાળું થાય છે, એ કારણે પણ તે ત્યાજ્ય છે.
(૧૨) વાંસ કારેલાં-વાંસનાં મૂળની ટીસીએ. (૧૩) ગાજર (૧૪) લવણ વૃક્ષની છાલ, જેને બાળવાથી સાજીખાર થાય છે.