Book Title: Bhakshyabhakshya
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 49
________________ ધય બોધગ્રંથમાળા : ૪૪ : : સુષ્પ *શાષ, શાથ વગેરે ઉત્પન્ન કરીને ધીમે ધીમે મારે છે; એટલે વિષને અભક્ષ્ય ગણવામાં આવ્યું છે. સામલ, અફીણ વગેરે વિષે પ્રાર ́ભમાં ઘણાં થાડાં લેવાથી પચી જાય છે અને ધીમે ધીમે તેની માત્રા વધારવાથી વધારે પ્રમાણમાં પણ પચી જાય છે; પરંતુ આ રીતે વિષ ખાવાની ટેવ પાડવી, તે કાઈ પણ રીતે ઉચિત નથી. સામલ ખાવાની ટેવ પાડનારને હમેશ પુષ્કળ ખારાક લેવા પડે છે તથા તેની વિષયવાસના કાબૂમાં રહેતી નથી. આ વિષયમાં મહમ્મદ બેગડાનુ દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. તેણે નાનપણથી સામલ ખાવાની ટેવ પાડી હતી, તેથી તેને પુષ્કળ ખારાક જોઈતા હતા અને જ્યારે તે સૂવા જતા ત્યારે પણ તેના પલંગ આગળ . વિવિધ વસ્તુઓથી ભરેલા બે મોટા ખુમચા મૂકવામાં આવતા. અફીણ ખાવાથી બુદ્ધિ ઓછી થાય છે, મગજમાં ખુશ્કી વધે છે, ખલમાં ન્યૂનતા આવે છે, સુસ્તી પેન્ના થાય છે, મુખ પરના પ્રકાશ ઘટી જાય છે, માંસ સૂકાય છે, ચામડી પર જલદી કરચલીઓ પડી જાય છે અને વીય ઓછું થાય છે. વળી અીણુ ખાનારને રાતે માટે સુધી ઊંઘ આવતી નથી અને સવારમાં મોડે સુધી પથારીમાં પડ્યા રહેવું પડે છે. તથા શૌચમાં ઘણા જ વખત જાય છે, કારણ કે અફીણુ ભારે કબજિયાતને પેદા કરનારું છે. અફીણુ ખાવાની ટેવ પડ્યા પછી તે જલદી દૂર થતી નથી, એટલે પરવશ થવુ પડે છે. આપણા દેશમાં ગિરાસદારા, રજપૂત વગેરેમાં અફીણ ખાવાના

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74