________________
ધયોધગ્રંથમાળા
: પુષ
: ૪૮ :
( ૧૨ ) કરા
જે કારણોથી હિમ અથવા ખરને અભક્ષ્ય માનવામાં આન્યા છે, તેજ કારણોએ આકાશમાંથી પડતા કરાને પણ અભક્ષ્ય માનવામાં આવ્યા છે.
(૧૩) સર્વ પ્રકારની માટી
માટી એ મનુષ્યને આહાર નથી, છતાં કેટલાંક ખાળકા અને કેટલીક સ્ત્રીઓ તેનું ભક્ષણ કરે છે, તેથી શાસ્ત્રકારાએ તેના નિષેધ સૂચન્યા છે. માટી એ પૃથ્વીકાય છે અને એક આંખળા જેટલી પૃથ્વીકાયમાં એટલા જીવા રહેલા છે કે તેમાંના પ્રત્યેક જીવ ો કબૂતર જેવડી કાયા કરે તેા લાખ ચેાજનના જંબુદ્રીપમાં પણ સમાય નહિ. વળી તેનું ભક્ષણ કરવાથી પાંડુ રાગ, આમ વાત, પિત્ત, પથરી વગેરે રાગો થાય છે, તે વાત પણ લક્ષમાં લેવા જેવી છે. અનેક બાળકો માટી ખાવાની આદતને લીધે જ પાંડુરોગના ભાગ ખની અકાળે મરણ શરણ થાય છે. શ્રાવકે મીઠું પણ અચિત્ત કરીને વાપરવું, ઘટે છે. તેના કાળ સંબંધમાં કહ્યું છે કે—
અચિત્ત લવણ વર્ષા દિન સાત, સીયાલે દિન પન્નર વિખ્યાત; શાસ દિવસ ઉન્હાલા માંય, આધા છે સચિત્ત તે થાય.
અર્થાત્ અચિત્ત કરેલું મીઠું વર્ષાઋતુમાં સાત દિવસમાં, શિયાળામાં પંદર દિવસ અને ઊનાળામાં એક માસ સુધી અચિત્ત રહે, તે પછી તે સચિત્ત થાય.