________________
અઢારમું:
લાભક્તિ मिष्टान्नान्यपि विष्टासादमृतान्यपि मूत्रसात् । स्युर्यस्मिन्नंगकस्यास्य कृते का पापमाचरेत् ॥
જે શરીરમાં નાખેલાં મિષ્ટ અન્નો પણ વિષ્ટારૂપ થાય છે અને અમૃત જેવાં પાન પણ પેશાબમાં પરિણમે છે, તે અસાર દેહના પિષણ માટે (પ્રાણીઓને મારવાનું કે તેનું માંસ વાપરવાનું) પાપ કેણ કરે ?
ये भक्ष्यन्ति पिशितं दिव्यभोज्येषु सत्स्वपि । सुधारसं परित्यज्य भुजन्ते ते हलाहलं ॥
જે મનુષ્ય સુંદર દિવ્ય ભેજને વિદ્યમાન છતાં માંસનું ભક્ષણ કરે છે, તે અમૃત રસને ત્યાગ કરીને ઝેરનું સેવન કરે છે.
મનુસ્મૃતિમાં કહ્યું છે કેअनुमन्ता विशसिता निहन्ता क्रयविक्रयी । संस्कर्ता चोपहर्ता च खादकश्चेति घातकाः ॥ नाकृत्वा प्राणिनां हिंसां मांसमुत्पद्यते क्वचित् । न च प्राणिवधः स्वय॑स्तस्मानमांसं विवर्जयेत् ।।
અનુદાન આપનાર, વહેંચનાર, મારનાર, લેનાર, દેનાર, રાંધનાર, પીરસનાર અને ખાનાર એ બધા પ્રાણીને ઘાત કરનાર છે, કારણ કે પ્રાણીની હિંસા કર્યા સિવાય માંસ ઉત્પન્ન થતું નથી અને પ્રાણીને વધ કરવાથી વર્ગ મળતું નથી, માટે માંસનો ત્યાગ કરે ઘટે છે.
મહાભારતમાં કહ્યું છે કે –