________________
અઢાર : * ૪૧ :
ભક્ષ્યાલક્ષ્ય ઉત્પન્ન ન થવા દેવાના ઉપાયે છે. તે માટે ડાહ્યા માણસોએ પહેલેથી જ પોતાનું હિત વિચારીને તેવા ઉપાયે સેવવા જોઈએ.
* નિઃસ્વાર્થી હિતસ્વીઓની શિખામણ, સાચી સમજણ અને એગ્ય આચરણ, એ ત્રણ રેગની ઉત્પત્તિ જ થવા દેતા નથી અથવા રોગ ઉત્પન્ન થયા હોય, તે તેની શાંતિના ઉપાયે પણ એ જ છે.
૯ શાંત કરવાના ઔષધે ત્રણ પ્રકારના છે: (૧) દેવવ્યાપાશ્રય, ઔષધાદિ યુક્તિ-વ્યપાશ્રય અને મનવ્યપાશ્રય. એ ત્રણ પ્રકારના ઔષધોમાં પણ મનવ્યપાશ્રય વધારે બળવાન છે. ( આશ્વાસન, ચિન્તન, શાંતિ અને ધાર્મિક અનુષ્ઠાને દ્વારા પ્રાપ્ત થતું આત્મિક આહલાદ એ આ પ્રકારના ઉપાય છે.)
આ વિચારસરણી આરોગ્યની રક્ષા સાથે ધર્મની પણ પિષક છે, જ્યારે બીજી પદ્ધતિઓ માત્ર જડવાદ પર રચાયેલી હોઈને ધર્મભાવનાને દવંસ કરનારી છે, એટલે એમ કહેવું સર્વથા ઉચિત ગણાય કે જેને આર્ય સંસ્કારે જાળવી રાખવા છે અને દયાધર્મનું પાલન કરવું છે, તેણે તે આયુર્વેદને જ અગ્રસ્થાન આપવું જોઈએ અને તેમાં પણ વનસ્પતિજન્ય ઔષધને જ પ્રચાર કરવો જોઈએ કે જે પ્રમાણમાં ઘણું જ સસ્તાં અને બનાવટમાં પણ અતિ સરલ છે.
માંસાહારની વાત પૂરી કરતાં એ પણ જણાવી દેવું ઈષ્ટ ગણાશે કે આજે કેટલીયે હૈટલે ખાસ કરીને ઈરાની રેસ્ટોરાં ચામાં અમુક પ્રકારનો સ્વાદ લાવવા ખાતર ઈંડાને રસ નાખે