________________
ધ બાધ-ગ્રંથમાળા
: ૧૪ :
: પુષ્પ
અને કંપ થવા લાગે છે તથા ભૂખ મંદ પડી જાય છે. કષાય (તુરા) રસ દસ્તને રાકે છે, શરીરનાં ગાત્રાને દૃઢ કરે છે, ત્રણ તથા પ્રમેહ આદિનું શાધન કરે છે, પણ તેનું અધિક સેવન થાય તા મુખશેાષ, આધ્યાન ( આફ્રા ), નસાનું જકડાવુ, કંપન, શરીર-સ`કાચ આદિ રાગોને ઉત્પન્ન કરે છે. એટલે રસમૃદ્ધિ કે રસલાલુપતા એ આરોગ્યની દૃષ્ટિએ હાનિકારક જ છે. ચરકસંહિતામાં કહ્યું છે કે
A
6
न रागान्नाप्यविज्ञानादाहारानुपयोजयेत् । परीक्ष्य हितमश्नीयाद्देहो ह्याहारसम्भवः ||
આહારના ઉપચેગ આસકિતથી કે અજાણપણે ન કરવા જોઈએ. બરાબર સમજીને હિતકારક આહાર લેવા જોઇએ, કેમકે શરીર આહારમાંથી જ ખરૂંધાય છે.
' न च मोहात् प्रमादाद्वा प्रियमहितमसुखोदर्कमुपसेव्यमाहारजातमन्यद्वा किञ्चित् ॥
,
માહથી કે પ્રમાદથી મીઠું પણુ અહિતકારક અને પરિગ્રામે સુખને નાશ કરનારું ખાનપાન કે કેાઈ પણ વસ્તુના ઉપયાગ ન જ કરવા જોઇએ.
ગમે ત્યારે કે ગમે તેટલી વખત ન ખાતાં સમયસર જ ભાજન કરવુ' એ પણ એક પ્રકારના સંયમ છે. આવા સંયમથી મન કેળવાય છે, રસને દ્રિય પર કાબૂ આવે છે અને આરેાગ્ય સારી રીતે જળવાઇ રહે છે. કહ્યું છે કે—
हिताशी स्यान्मिताशी स्यात् कालभोजी जितेन्द्रियः । पश्यन् रोगान् बहून् कष्टान् बुद्धिमान् विषमाशनात् ॥