________________
ધોધ-ગ્રંથમાળા
: ૩૦ :
ઃ પુષ્પ
તર ઉત્પન્ન થાય છે. તથા તેનુ સેવન કરવાથી બીજા પણ અનેક ગેરલાભા થાય છે, તેથી તેની ગણના અભક્ષ્યમાં કરવામાં આવી છે. શ્રી હેમચ'દ્રાચાર્યે ચોગશાસ્ત્રમાં મદિરાપાનથી થતા ગેરલાભાનુ વર્ણન નીચે પ્રમાણે કર્યું છેઃ
..
* જેમ વિદ્વાન્ મનુષ્યની પત્ની પણ દુર્ભાગ્યના કારણે દૂર ચાલી જાય છે, તેમ મદિરાપાન કરનારની બુદ્ધિ દૂર ચાલી જાય છે.
* મદિરાપાનથી પરાધીન થયેલ ચિત્તવાળા પાપી મનુષ્ય પેાતાની માતાની સાથે સ્ત્રીની માફ્ક વર્તન કરે છે અને સ્ત્રીનો સાથે માતાની માફ્ક વર્તન કરે છે.
* મઘથી ચલિત ચિત્તવાળાએ પેાતાને અને પરને જાણી શકતા નથી, તેથી નેાકર હાવા છતાં પેાતાને સ્વામી ગણે છે અને સ્વામીની સાથે કિકર જેવા વર્તાવ કરે છે.
* મડદાંની માફ્ક મેદાનમાં પડેલા અને ઊઘાડા મુખવાળા મદિરા પીનાર મનુષ્યના મુખમાં છિદ્રની શ’કાથી કૂતરાએ મૂતરે છે.
* મદ્યપાનના રસમાં મગ્ન થયેલા ખજારમાં પણ નગ્નપણે સૂવે છે અને પેાતાના ગૂઢ અભિપ્રાયાને છાની વાર્તાને છતી કરી દે છે.
* સુદર ચિત્રા પર કાજળ ઢાળવાથી જેમ તેની સુંદરતા નાશ પામે છે, તેમ મદ્યપાન કરવાથી કાંતિ, કીતિ, બુદ્ધિ અને લક્ષ્મી નાશ પામે છે.
* મદ્યપાન કરનારા ભૂતથી પીડાયેલાની જેમ નાચે છે, શાકવાળાની જેમ રડ્યા કરે છે અને દાહજવરથી પીડાયેલાની જેમ જમીન પર આળેાઢ્યા કરે છે.