________________
શમ બોધ-ગ્રંથમાળા
: ૨૮ :
· પુષ્પ
(૪) માંસ, (૫) દૂધ, (૬) દહીં, (૭) ઘી, (૮) તેલ, (૯) ગળપણુ અને (૧૦) કડા વગઈ. આ વિગઈએમાંની પહેલી ચાર વિગ ગણાય છે અને તે મુમુક્ષુને માટે સર્વથા અભક્ષ્ય છે.
મહાવિગઈ
(૬) મધઃ કુતા, ભમરી અને માખી એ ત્રણે જંતુઓ પેાતાની લાળમાંથી મધ બનાવે છે, એટલે શાસ્ત્રકારાએ કુંતાનુ મધ, ભમરીનું મધ અને માખીનું મધ એવા ત્રણ પ્રકારે માનેલા છે. આ ત્રણે પ્રકારના મધમાં તે તે રંગના અસંખ્ય જીવા નિરંતર ઉપજતા રહે છે, તેથી તેની ગણુના અભક્ષ્યમાં કરવામાં આવી છે. વળી વાઘરી કે અન્ય હલકી કામના માણસા જ્યારે મધ લેવા જાય છે ત્યારે પ્રથમ તે જગ્યાએ ધૂમાડા કરીને કુંતા, ભમરી કે માખીઓને અત્યંત ત્રાસ આપીને તેમના રહેઠાણુરૂપ પુડામાંથી તેમને હાંકી કાઢે છે. તે વખતે ઊડી જવાને અશક્ત એવાં તેમનાં બચ્ચાં ધૂમાડાથી ગુંગળાઈને મરણ પામે છે. અને જે જ ંતુઓએ અથાગ મહેનત કરીને મધ એકઠું કર્યું હાય, તેમનું મધ એક સપાટે પડાવી લેતાં તેમને કેટલુ દુઃખ થતુ' હશે, એ પણ વિચારવા ચેાગ્ય છે. શ્રી હેમચંદ્રાચાય જીએ યોગશાસ્ત્રમાં કહ્યું છે કેઃ—
*
भक्षयन् माक्षिकं क्षुद्रजन्तुलक्षक्षयोद्भवम् । स्तोकजन्तु निहंतुभ्यः सौनिकेभ्योऽतिरिच्यते ॥
લાખા નાના જ ંતુઓના ક્ષયથી પેદા થયેલું મધ ખાનારા ઘેાડા જીવાને મારનારા ચાંડાલથી પણ વધી જાય છે. તાત્પર્યં કે– ચાંડાલ અમુક જીવાને મારે છે, જ્યારે મધ ખાનારા સંખ્યાની દૃષ્ટિએ ઘણા જીવાને મારે છે.