________________
અઢારણું :
(૧-૫) પાંચ ઉબરફળે. (૧) ઉબર કે જેને ઉંબરે અથવા ગુલર કહે છે, તેનાં ફળમાં સૂક્ષ્મ ત્રસ જીવે ઘણા જ હોય છે અને બીજાની સંખ્યા પણ અધિક હોય છે, તેથી તેને અભક્ષ્ય ગણવામાં આવ્યા છે.
(૨) કચુંબર કે જેને કાલુંબર કે કાળે ઉંબરા કહેવામાં આવે છે, તેનાં ફળ પણ એવા જ પ્રકારનાં હાઈ અભય ગણવામાં આવ્યા છે.
(૩) વડના ટેટામાં પણ સૂક્ષ્મ બીજે ઘણા હોય છે અને સૂક્ષ્મ ત્રસ જીવે ઊડતા હોય છે, તેથી તેને પણ અભક્ષ્ય ગણવામાં આવ્યા છે.
(૪) પારસ પીપળા તથા પીંપળાની ટેટીઓ પણ એવી જ હોય છે, તેથી તેને અભક્ષ્ય ગણવામાં આવી છે.
(૫) પ્લેક્ષ જાતિના પીપળાની ટેટીઓ પણ એવા જ કારણે અભક્ષ્ય ગણાઈ છે.
આ ફળનો ઉપયોગ શહેરમાં ભાગ્યે જ થાય છે, પણ ગામડામાં તથા વનપ્રદેશમાં વિશેષ થાય છે અને દુષ્કાળ વગેરેમાં કેટલાક તેના વડે જ નિર્વાહ કરે છે, પણ શ્રાવક યા મુમુક્ષુએ તેવાં પ્રસંગે પણ આ ફળ ભક્ષણ કરવા એગ્ય નથી.
(૬–૯) ચાર મહાવિગઈએ. જેના સેવનથી મન, વચન અને કાયામાં વિકૃતિ-વિકાર આવે તેને વિકૃતિ-વિગઈ કહેવામાં આવે છે. આવી વિકૃતિઓવિગઈએ દસ છેઃ (૧) મધ, (૨) મદિરા, (૩) માખણ,