________________
અઢારસુ ઃ સુનિશ્રી રત રા
લક્ષ્યાભક્ષ્ય
કેવલી ભગવંતની આ વાણી સાંભળીને રાજા વગેરે ધર્મમાં દઢ આસ્થાવાળા થયા અને મંત્રી એ પુત્રીનુ ગાત્રદેવીનાં જેવું બહુમાન કરવા લાગ્યા. તેનું નામ નિપુણા રાખવામાં આવ્યું અને તે ખરેખર સ કલામાં નિપુણ નિવડી,
6
એક વાર રાજસભામાં કાઇ વાદી આળ્યે, જેણે અનેક દેશના વાદીઓને જીતેલા હતા. તેણે રાજાને કહ્યું કે ‘તમારા નગરમાં કાઇ વાદી છે કે જેની સાથે હું વાદ કરું ?' ત્યારે રાજાએ કહ્યું કે • કાલે કાઈ સમર્થ વાદીને મેલાવીને તમારી સાથે વાદ કરીશું.' પછી વાદીની શોધ ચાલી, પણુ કાઇ સમ વાદી જોવામાં આવ્યા નહિ. આથી મંત્રી ઘણા ચિ'તાતુર થઈને ઘેર આવ્યા, ત્યારે નિપુણાએ તેમની આ ચિંતાતુર હાલત જોઇને પૂછ્યું કે ‘ પિતાજી ! એવી તે શું ચિ'તા ઉપસ્થિત થઈ છે કે આપ આટલા બધા ચિ'તાતુર બની ગયા છે ?’ ત્યારે મંત્રીએ બનેલી બધી હકીકત કહી સંભળાવી, તે સાંભળીને નિપુણાએ કહ્યું કે ‘ પિતાજી ! આપ સઘળી ચિંતા દૂર કરા, હું કાલે એ વાદી સાથે વાદ કરીશ અને વિજય મેળવીશ. ’
પછી બીજા દિવસે રાજસભા સમક્ષ નિપુણાએ પેલા વાદી સાથે વાદ કર્યાં અને તેને નિરુત્તર બનાવી પરાસ્ત કર્યાં, એટલે સહુએ તેની પ્રશ'સા કરી અને રાજાએ તેની સાથે લગ્ન કરી, તેને પટ્ટરાણી બનાવી. કાલક્રમે રાજરાણીએ વૈરાગ્ય પામીને દીક્ષા લીધી અને વ્રતનું નિરતિચાર પાલન કરીને પરમપદની પ્રાપ્તિ કરી. તાત્પર્ય કે અભક્ષ્યના ત્યાગ નિપુણાને માક્ષપદ મેળવવામાં અત્યંત સહાયભૂત થયા, તેવી જ રીતે સવ કોઇને સહાયભૂત થઈ શકે છે.
---