________________
અઢારમું :
& ૨૩ ૪
ભણ્યાલક્ષ્ય
એ યુવાવસ્થા તેને શાપ સમાન થઈ પડી, કારણ કે કેઈએ તેને હાથ ગ્રહણ કર્યો નહિ. આથી અત્યંત નિરાશ થઈને તે એક સાધવજી પાસે ગઈ અને પૂછવા લાગી કે- આપની પાસે એવું કેઈ ઔષધ છે કે જે મારો જન્મને વ્યાધિ ટાળે?” સાઠવીજીએ કહ્યું કે-“હા, અમારી પાસે એવું ઔષધ છે કે જે આ જન્મનાં જ નહિ, પણ જન્મોજન્મના વ્યાધિને દૂર કરે.” પછી તેમણે એને ધર્મને ઉપદેશ દીધું અને વિરતિ એટલે વ્રત-નિયમનું મહત્વ સમજાવ્યું. ત્યારે ભવાનીએ પ્રશ્ન કર્યો કે- આ મહારોગે ક્યા પાપનું ફળ હશે?” સાધવજી અવધિજ્ઞાનવાળા હતા, એટલે તેમણે એના પૂર્વભવે કહ્યા અને અભક્ષ્યને નિયમ લઈને કેવી રીતે ભાંગે, તે વગેરે જણાવ્યું. આ હકીકત સાંભળતાં ભવાનીને જાતિસ્મરણજ્ઞાન થયું અને પ્રતિબંધ પામી સમ્યકત્વમૂળ શ્રાવકેનાં બાર વ્રત ગ્રહણ કર્યા. તથા સાતમા ભેગોપભેગ દ્રતમાં સર્વ અભક્ષ્યોને ત્યાગ કરીને માત્ર થોડી વસ્તુઓની જ છૂટ રાખી. આ રીતે તે પીવામાં ત્રણ વાર ઉકાળેલું અચિત પાણી અને તે પણ વાવનું જ. કલમી ખાને ભાત, મગ, દેડીનું શાક, ગાયનાં દૂધ, ઘી અને છાશ, ફળમાં આંબળાં અને સ્વાદિમમાં માત્ર સેપારી.
આ રીતે આકરું વ્રત ગ્રહણ કરીને તેને રેગ્ય નિર્વાહ કરતી તે પોતાને ઘણેખરે સમય ધર્મારાધનમાં જ પસાર કરવા લાગી. એવામાં કઈ પરદેશી વૈદ્ય આવ્યો અને તેણે ભવાનીની તબિયત જોઈને જણાવ્યું કે-“હે પુત્રી! તું આ અમૃતફળનું ભક્ષણ કર અને તેની સાથે મંત્રેલું પાણી પી, તે તારા સર્વ રેગે જડમૂળથી નાશ પામશે. ” પરંતુ નિયમને દઢ રીતે વળગી