________________
ધમધમાળા : રર :
* પુષ્પ કે પુત્રીની વશ રહેતી નથી, તેનું આ પરિણામ છે, એટલે તેમણે એને ગુરુણીને સેંપી અને તેને કેઈ પણ રીતે ઠેકાણે લાવવાની વિજ્ઞપ્તિ કરી. ગુરુણીએ તેને બહુ સમજાવી, ત્યારે તેણે અભક્ષ્ય ન વાપરવાનો નિયમ લીધે, પણ તે દેખાવ પૂરતું જ હતું. આખરે એક દિવસ તે ગુરુને છોડીને સાસરે ચાલી ગઈ અને સાસરિયાઓએ એમ સમજીને તેને સ્થાન આપ્યું કે હવે તે જરૂર સુધરી હશે. પણ “લૂલીનાં લખણ જાય નહિ, એટલે તેણે એક દિવસ કંદમૂળ વગેરે મંગાવીને ખાધાં અને તે વાતની સાસુને ખબર પડતાં તેણે જાકારે દીધે. આથી પિતાને પિયર આવવા નીકળી. ત્યાં રસ્તામાં એક જંગલ આવ્યું અને તેમાં એક મનહર ફળવાળું વૃક્ષ જેવામાં આવ્યું એટલે સુભદ્રાની ડાઢ ડળકી અને તેણે એ ફળ ખાધા. પરંતુ એ ફળે ઝેરી હતાં અને પ્રાણને શીધ્ર નાશ કરતાં હતાં તેથી સુભદ્રા મરણ પામી અને પહેલી નરકે ગઈ જેઓ જીભને વશ ન રાખતાં ગમે તે આહાર-વિહાર કરે, તેને માટે આ સિવાય બીજી ગતિ કઈ હેય? ત્યાંથી મરણ પામી તે બીજી નરકે ગઈ અને ત્યાંથી મરણ પામીને ભૂંડ, ગર્દભ, બિલાડી, સાપ, વીછી, કાગડા, ગીધ વગેરેના અનેક ભ કરતી આખરે લક્ષમીપુર નગરમાં લક્ષ્મીધર શેડની લક્ષમીવતી ભાર્યાની કુખે પુત્રીરૂપે અવતરી. નામ ભવાની રાખવામાં આવ્યું.
પૂર્વભવમાં ઘણું પાપ કર્યા હતાં. વળી નિયમને ભંગ પણ કર્યો હતો, એટલે જન્મથી જ તેને મહારે લાગુ પડયા અને તે ખૂબ ખૂબ રીબાવા લાગી. પણ આયુષ્યરેખા બળવાન હતી એટલે તે મટી થઈ અને યુવાવસ્થામાં આવી, પરંતુ