________________
અવાર: : ૩૧ :
ભણ્યાલય * મદ્યપાન શરીરને શિથિલ કરી નાખે છે, ઈદ્રિયોને નિર્બળ બનાવી દે છે અને અત્યંત મૂરછી પમાડે છે.
જેમ અગ્નિના કણથી ઘાસને સમૂહ નાશ પામે છે, તેમ મદિરાનું પાન કરવાથી વિવેક, સંયમ, જ્ઞાન, સત્ય, શૌચ, દયા અને ક્ષમા એ સર્વેને નાશ થાય છે.
* મઘ અનેક દેશે તથા અનેક આપદાઓનું કારણ છે, માટે ગાતુર મનુષ્ય જેમ અપથ્યને ત્યાગ કરે છે તેમ આત્મહિતચિંતક મનુષ્ય તેને ત્યાગ કર ઘટે છે. | મદિરાપાનની ટેવવાળાઓ કેવી આર્થિક મુશીબતમાં આવી પડે છે, તે ભાગ્યે જ કોઈથી અજાણ્યું હશે. મદિરાપાન કરનારની આવકને મોટે ભાગે તેમાં જ ખરચાઈ જાય છે, એટલે તે પિતાના કુટુંબના ભરણ-પોષણ માટે એગ્ય ખર્ચ કરી શકતું નથી કે પિતાનાં બાળકને સારું શિક્ષણ આપી શકતું નથી;
એટલું જ નહિ પણ પૈસાની તંગી પડતાં–તંગી પડે જ છેપિતાના તથા પિતાની સ્ત્રીનાં ઘરેણુ-ગાઠાં વેચે છે અને પઠાણે, કલાલે કે વ્યાજખોરોનાં નાણું ઉધાર લઈને કાયમને માટે દેવાદાર બની જાય છે.
અહીં એ સ્પષ્ટીકરણ કરવું ઉચિત ગણાશે કે સ્પીરીટે, આકોલે, ટીંકચર, આસ, તાડી અને નીરે એ સર્વેમાં એક યા બીજા પ્રકારે મદિરાનું તત્વ હેવાથી, તે સર્વે પણ મદિરાના જેટલા જ અભક્ષ્ય છે. “દારૂ છેડી દે પણ તાડી કે નીરો પીવાં” એ જાતને ઉપદેશ ધાર્મિક દષ્ટિએ ઈષ્ટ નથી જ. મુખ્ય વાત એ છે કે-મનુષ્ય ઈહલોક અને પરલેકનું હિત