________________
મેષ-ગ્રંથમાળા
: ૧૨ :
: પુષ્પ
છે; રસ સજ્ઞા નીચે આવતા લક્ષ્ય પદાર્થાના સ્વેચ્છાએ ત્યાગ કરવા અથવા તેમાંના કાંઈપણ પદાર્થનું પ્રત્યાખ્યાન કરવું એ રસત્યાગ નામનું તપ છે; અને ખાવાનાં દ્રબ્યા( વૃત્તિ )ની સંખ્યા ઘટાડવી એટલે કે તેને સંક્ષેપ કરવા એ વૃત્તિસક્ષેપ નામનુ તપ છે. આ તપેાની વધારે વિગત અમેાએ ‘તપનાં તેજ માં જણાવી છે, એટલે મુમુક્ષુઓએ ત્યાંથી જોઈ લેવા ભલામણ છે. આહાર ગ્રહણ કરતી વખતે જે પદાર્થોં વાપરવામાં આવે તેમાં માત્ર ઉત્તરપૂર્તિના જ હેતુ રાખવા, પશુ રસવૃત્તિને પોષવાના હેતુ ન રાખવા તે રસને દ્રિય પરના સંયમ છે અને આવા સંયમ, મન પર સયમ રાખ્યા વિના કેળવી શકાતે નથી, એટલે તેમાં મનને સંયમ પણ અંતગત છે.
આહારમાં છ પ્રકારના રસા માનવામાં આવ્યા છેઃ (૧) મધુર એટલે મીઠા, (૨) અમ્લ એટલે ખાટા, ( ૩ ) લવણુ એટલે ખારા, ( ૪ ) તિક્ત એટલે 'તીખા, (૫) કટુ એટલે રકડવા અને (૬) કષાય એટલે તૂરા. આ રસમાંથી મધુરરસ લેાહી, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, એજ તથા વીયને વધારનારા, આંખાને હિતકારી તથા મૂર્છા અને દાહને શમાવનારા છે, પણ તેનું અતિ સેવન થાય તે ખાંસી, શ્વાસ, આલસ્ય, વમન, સુખમાધુર્ય, કઢવિકાર, કૃમિરોગ, કંઠમાળ, ખું,
* જુએ આ જ ગ્રંથમાળામાં પ્રગટ થયેલ પુષ્પ નં. ૧૨. ૧-૨ ગુજરાતમાં તિક્ત રસને તીખા અને કટુને કડવા કહેવાય છે, પરંતુ શાસ્ત્રદૃષ્ટિએ તિક્ત એટલે કડવુ અને કટુ એટલે તીખું એમ કહેલ છે. મારવાડ વગેરે દેશમાં આજે પણ એમ જ પ્રચાર છે. મરચાં કડવા અને કરીયાતું તીખું એમ ત્યાં કહેવાય છે.