________________
ધમધથમાળા : ૧૦ :
: પુષ કઈ રીતે મેળ મેળવ, તેને કોઈ વ્યવહારુ ઉપાય દર્શાવાતે નથી. આ સંગમાં આપણા પૂર્વપુરુષએ આહારની સમશ્યાને જે રીતે ઊકેલ કર્યો છે અને જેની પાછળ હજાર વર્ષને જીવંત અનુભવ પડે છે, તેને વળગી રહેવું શું ખોટું છે?
(૭) ભક્ષ્યાભઢ્યને નિર્ણય કરનારી બાબતે.
કેટલાક મનુષ્યો એમ માને છે કે “ભક્યાભઢ્યની બાબતમાં આરોગ્યનો મુદ્દો જળવાય એટલે બસ. તાત્પર્ય કે-“જે વસ્તુનું ભક્ષણ કરવાથી આરોગ્ય જળવાઈ રહે તે ભક્ષ્ય અને જે વસ્તુનું ભક્ષણ કરવાથી આરોગ્યને હાનિ પહોંચે તે અભક્ષ્ય.” પરંતુ તેમનું આ મંતવ્ય વ્યાજબી નથી. એને અર્થ તે એ જ થાય કે મનુષ્ય માત્ર દેહનું જ લાલન-પાલન કરવાની જરૂર છે અને સાત્વિક વિચારો કે સાત્વિક જીવનની આવશ્યકતા નથી. એટલે ભક્ષ્યાભઢ્યને નિર્ણય કરવામાં ધાર્મિક સિદ્ધાંતનું પાલન થાય તે પ્રથમ જોવાની જરૂર છે.
કેટલાક મનુષ્ય એમ માને છે કે “આરોગ્યનું ગમે તે થાય, પણ ધાર્મિક સિદ્ધાંતને અમલ થે જ જોઈએ.” આ માન્યતા જરા વધુ વિચારવા યોગ્ય છે. ધાર્મિક સિદ્ધાને અમલમાં મૂકનારને માંદગી આવતી જ નથી. વર્તમાનમાં માંદગી દેખાતી હોય તે તે ભૂતકાળમાં કરેલા ધાર્મિક સિદ્ધાન્તના ભંગનું ફળ છે. એ વાત તદ્દન સાચી છતાં આજે કેટલાક એમ બેલે છે કે-“આરોગ્ય બરાબર ન હોય તે ધર્મની આરાધનામાં ડગલે અને પગલે અંતરાય ઊભું થાય છે, એટલે ધાર્મિક સિદ્ધાંતને જોઈએ તે અને જોઈએ તેટલે