________________
અઢારમું :
ભક્યાલક્ષ્ય પ્રકારનું કર્તવ્યપાલન? તાત્પર્ય કે એ વચને તદ્દન બેજવાબદારીથી બેલાયેલાં હતાં અને કેઈએ પણ તેનાથી દેરવાઈ જવા જેવું હતું જ નહિ.
આવી જ પરિસ્થિતિ આધુનિક લેખકેની છે. તેઓ વૈજ્ઞાનિકના મુખેથી કોઈ પણ નવો વિચાર સાંભળે છે કે તરત જ તેની હિમાયત કરવા લાગી જાય છે, પણ એક સમાજ પર તેને પ્રયોગ કરવામાં કેવી અને કેટલી જવાબદારીઓ રહેલી છે, તેની ગંભીર વિચારણા કરતા નથી. અમેરિકાની એક સંસ્થાએ ઉંદર પર કેટલાક પ્રયોગ કરીને મનુષ્ય કે આહાર કરવો જોઈએ, તે વિષેનું મંતવ્ય બહાર પાડયું, એટલે કેટલાક આધુનિક લેખકોએ તેને વધાવી લીધું અને તેની જોરશોરથી હિમાયત કરી, પણ એ વિચાર ન કર્યો કે ઉંદર અને મનુષ્યમાં ઘણું જ અંતર છે. ઉંદર દરમાં રહે છે, મનુષ્ય ઘરમાં રહે છે. ઉંદર કાચું અનાજ ખાય છે, મનુષ્ય રાંધીને ખાય છે. ઉંદરને માત્ર શારીરિક કામ કરવાનું છે, મનુષ્યને શારીરિક અને માનસિક બંને કાર્યો કરવાનાં છે. ટૂંકમાં બંનેનાં જીવનમાં અને કાર્યમાં આકાશ પાતાલ જેટલું અંતર છે, એટલે ઉંદર પર કરેલા અખતરાઓનું પરિણામ મનુષ્યના જીવનમાં ઘટાવવું, તે કઈ પણ રીતે યુક્ત કહેવાય નહિ. - વિટામીન્સ એટલે પ્રજીવકેની બાબતમાં પણ એ જ હાલત છે. નિત્ય નવાં નવાં વિટામીન્સની જાહેરાત થતી રહે છે અને મુખમાંથી પાણી છૂટે તેવાં તેનાં આહ્લાદક વર્ણને થતાં રહે છે, પરંતુ એ બધાં વિટામીન્સોને એક સામાન્ય મનુષ્યના આહારમાં