________________
તે પછી છેલ્લી પુત્રી રેખા બહેન પણ પતિ રશ્મિકાન્ત તથા પુત્રો ડૉ જિગર અને શાયર સાથે લગભગ ૧૫ વર્ષથી અમેરીકા ઓહાયો ખાતે સ્થીર થયા છે. કોલંબસ શહેરના જૈન સંઘમાં સાથે રશ્મિભાઈ અને રેખાબેન નીકટતાથી આગળ પડતો ભાગ લે છે. અને પોતાનો મોટેલ બીઝનેશ સંભાળે છે. કવિ હૃદય રશ્મિભાઈ જૈન ધાર્મિક અને સાહિત્યીક કાવ્યોની રચના પણ “શાહગુલ” નામથી કરે છે. ફોન નં. ૪૧૯ ૭૬૮ ૨૩૭૮ '
એક નોંધપાત્ર બાબત એ છે કે “અનેકાન્ત સ્યાદ્વાદ”નો મરાઠી અને હિંદી અનુવાદ, મુળ ગુજરાતી પ્રકાશીત થયા પહેલાં જ પ્રસિદ્ધ થયા હતા. અલબત્ત તેમના પરલોકગમન પછી જ.
ઉપરાંત ક્યારે ય કવિ કે લેખક તરીકેનો વ્યવસાય સ્વીકાર્યો ન હોવા છતાં તેમની રચેલી “શ્રી અરિહંત વંદના વલિ”, અને “અનેકાન્ત સ્યાદ્વાદ” ગાંડીવ સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત નવલકથા “ચંડીકા તેજ અંબિકા” ત્રણે પૂજય બાપુજીના પરલોક ગમન પછી પ્રકાશન પામ્યા અને વિખ્યાત થયા. “શ્રી અરિહંત વંદના વલિ” તો એક સ્વતંત્ર પૂજન તરીકે સ્થાન પામી છે.
અંતમાં પૂજ્ય બાબુદાદા (કડીવાળા) એ આ પુસ્તક છપાવી આપવાની પ્રેસ નક્કી કરવાથી માંડીને મુફ તપાસવા સુધીની સઘળી જવાબદારી ભાવપૂર્વક સંભાળી તે તેમના અમારા કુટુંબ પ્રત્યેનો વાત્સલ્ય દર્શાવે છે.' તેમનો આ જાહેર ઋણ સ્વીકાર કરીયે છીએ.