________________
૧ : શ્રી ઋષભદેવ સ્તવન
[ ૧૭ ઈશ્વરની ઈચ્છા થશે ત્યારે પ્રીતિ મળશે, એવી આશાએ બેસી રહેવાનું છે. માટે મારા પ્રીતમ તે ઇષભદેવ જ સાચા છે, અને બીજા પતિને હું ચાહુતી નથી. કોઈ લખ સ્વરૂપ મારી આશા પૂરશે અને મને પતિ સ્વરૂપે પ્રાપ્ત થશે એ વાત બને તેવી નથી, અને તેને આધારે રહી નિષ્ક્રિય થવા જેવું નથી. મારે તે નિરુપાધિક, અનંત કાળ ચાલે તે અને પારકી આશા પર નહિ પણ પિતાના પુરુષાર્થને પરિણામે જન્મેલે અનંત પ્રેમ જોઈએ. (૫)
ચિત્ત પ્રસન્ન રે પૂજન ફલ કલ્યો રે, પૂજા અખંડિત નેહ, કપટ રહિત થઈ આતમ આપણે રે, આનંદઘન પદ રેહ. ઋષભ૦ ૬
અથ_ચિત્ત અંદરથી રાજી રાજી થઈ જાય ત્યારે પૂજનનું ખરું ફળ પ્રાપ્ત થાય છે, એમ કહેવામાં આવ્યું છે. અને સળંગ અખંડ પૂજા તે એ જ ગણાય. એમાં કઈ પ્રકારની માયા કે દંભ-કપટ વગર આપણો આત્મા આનંદઘનની રેખા રૂપ થઈ જાય છે. (“અરપણ” અગત્યનો પાઠાંતર છે. તે તેને અર્થ આ પ્રમાણે કરેઃ કપટ રહિત થઈને આત્માર્પણ કરવું તે આનંદઘન પદની રેખા છે.) આ અખંડ પૂજા છે. એના પાત્ર કષભદેવ મારા પ્રીતમ છે. (૬)
ટ –ચિત્તપ્રસન્નતા-નિર્વિકાર નિર્વિકલ્પ ચિત્તે વર્તવું—એને જ પૂજનફળ કહેલ છે એમ જાણવું. અખંડ પૂજા અવિરછેદ પણે પૂજે તેને જ કહીએ, જે ચિત્ત માંહેથી વિકલ્પ ટાળી શુભ કરે તે કલપવાસી મન. એટલા માટે આપણા આત્માને કપટ રહિત થઈને આપણું જે આનંદ છે ઘનનિવિડપણે જ્યાં, એ પદ લે શિવપદ, તેની રેખા-મર્યાદા તે ભજે–પામે. કોણ? આનંદઘન સેવક. શું કહ્યું? નિરુપાધિક ધર્મમય શ્રી બાષભદેવ તેહી જ કંત, તેહી જ વલ્લભ. એવાને જે શુદ્ધ ચેતના કહે છે, જે નિરુપાધિક સ્વભાવે નિઃકપટપણે કરી ભજીએ. (૬)
વિવેચન–પ્રીતિનું અનેક દૃષ્ટિબિન્દુઓથી દર્શન કર્યું, તેના પર વિચાર કર્યા. જગતની વ્યાવહારિક પ્રીતિ એ ખરી પ્રીતિ નથી, કારણ કે એને છેડે આવ્યા વગર રહેતું નથી, તેમ જ પતિ પાછળ ચિતામાં પોઢવું, ત્યાં તે મેળાપ થવા સંભવ પણ નથી. અને પતિને મેળવવા તપ કરવાં, કરવત મુકાવવું કે શરીરકષ્ટ ખમવાં એવું રંજન પણ ધ્યાનમાં ન આવ્યું, કારણ કે એવા મેળાપમાં પણ એકરૂપતા થતી નથી અને અહલેક જગાવી લખ આશા પૂરશે એવી આશાએ
પાઠાંતરપ્રસન્ન રે– પ્રસન્નઈ રે. કહ્યો. રે – કહ્યું, કહ્યો પૂજા – પૂજ. આપણો રે-અરપણા રે (પ્રતમાં અરપણ કઈ સ્થાને જોવામાં આવતું નથી.). પ્રતમાં પહેલા અને ત્રીજા પાદમાં “રે' છેડી દીધેલ છેઃ અસલ રાગની લે’ માં કદાચ તેની જરૂર નહિ જ હોય એમ લાગે છે.(૬)
શબ્દાર્થ_ચિતમન. પ્રસન્ન = રાજી થયે, રિઝાઈ ગયું. પૂજન = પૂજાનું. ફળ = પરિણામ. કહ્યું = બતાવ્યું. પૂજા = અર્ચા, અખંડિત = અત્રુટિત, ભાંગફોડ વગરની, આખી. એહ = એ. કપટ = માયા, દંભ, દેખાવ રહિત = વગર, આતમ = આત્મા, ચેતન. આપણે = પિતાને. રેહ = (દાંતે જાવેલી નાની નાની) ટપકી. નાની ખીલી, ઉખર ભૂમિની ખારી માટી, ઉત્તર-દક્ષિણ રેખા, લંકાથી મેની લાઈન. (૬).