Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અર્થ આપ્યો છે. તેનાથી પાઠકો શાસ્રની ગાથાઓ વાંચે તે પહેલાં જ તે ભાવોથી તૈયાર થઈ જાય છે અને પરંપરાએ શાસ્રવાંચનમાં રસવૃધ્ધિ થાય છે. તે ઉપરાંત દરેક ગાથાના શબ્દાર્થ, ભાવાર્થ અને વિષયાનુસાર યથોચિત વિવેચન આપ્યું છે તેમજ અધ્યયનો ના ભાવાનુસાર કથાનકો પણ અન્ય ગ્રંથોના આધારે આપ્યા છે.
ચોથા ચાતુરંગીય અધ્યયનમાં મનુષ્યત્વ, ધર્મેશ્રવણ, શ્રદ્ધા અને સંયમમાં પરાક્રમ આ ચાર અંગની મહાદુર્લભતાનું નિરૂપણ તેમાં શ્રદ્ધાની દુર્લભતાના કથનમાં શાસ્ત્રકારે કહ્યું છે કે સોના જોયાઙયં માં, વવે પરિમસ્પર્। ન્યાયયુક્ત આ માર્ગને સાંભળ્યા પછી પણ ઘણા જીવો તે માર્ગથી ભ્રષ્ટ થાય છે. ઉત્તરાધ્યયનસૂત્રની નિર્યુક્તિમાં માર્ગભ્રષ્ટ થયેલા સાત નિહાવનું કથાનક આપ્યા છે. પ્રસ્તુત સંસ્કરણમાં પણ તેના આધારે જે કથાનકોનો સમાવેશ કર્યો છે જેનાથી પાઠકો શ્રદ્ધાભ્રષ્ટતા અને તેના પરિણામને સમજી શકેશે.
અઠારમા સંયતીય અધ્યયનમાં છેલ્લી વીસ ગાથામાં બાર ચક્રવર્તી, પ્રત્યેક બુદ્ધ વગેરેના નામમાત્રનો ઉલ્લેખ છે. પૂર્વાચાર્યોના ગ્રંથોના આધારે જે જે નામનો ગાથાઓમાં ઉલ્લેખ છે તેના કથાનકો આપેલા છે.
૧૯ મા મૃગાપુત્રીય અધ્યયનમાં નકરની વેદના તથા પરમાધામી દેવોનું ત્રણ નરક સુધી ગમન વગેરે વિષયોને ભગવતી સૂત્રના આધારે સમજાવ્યા છે.
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સમસ્ત જૈનસમાજનાં ભગવાનની અંતિમ દેશના રૂપે શ્રદ્ધા અને આદરના સ્થાનભૂત છે. ઉત્તરાધ્યયન સૂત્રની ટીકા, નિર્યુક્તિ અને ચૂર્ણિના આધારે અનેકાનેક આચાર્યોએ આ શાસ્ત્રનો અનુવાદ, વિવેચન હિન્દી, ગુજરાતી, અંગ્રેજી ભાષામાં કરીને ભગવાનના ભાવોને જન-જન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે.
પૂર્વ પ્રકાશિત આગમગ્રંથોના આધારે આગમમનીષી પૂ. ત્રિલોકમુનિ મ.સા. વિશાળ આગમજ્ઞાને તથા પરમ પુરુષાર્થે આ શાસ્ત્રનું સંપાદન થયું છે.
આ પાવન પળે સર્વ ઉપકારી ગુરુ ભગવંતો પ્રતિ કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરીને
ત્રિવિધે ત્રિવિધે ભાવવંદન કરીએ છીએ.
35