Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મા” મધ્યમાવસ્થામાં પાંદડાઓને વર્ણ કૃણ થઈ જાય છે. એથી એ પાંદડાઓથી યુક્ત હવા બદલ અહીં વનને પણ કૃષ્ણ વર્ણ યુક્ત કહેવામાં આવેલ છે આ પ્રમાણે આ વનખંડ કઈ કઈ પ્રદેશમાં શ્યામવર્ણ યુક્ત છે. આ કથન ઉપચાર માત્રથી જ કહેવામાં આવેલ છે એવું સમજવું ન જોઈએ કેમ કે તે રૂપથી જ આને અવભાસ થાય છે. આ વાતને સ્પષ્ટ કરવા માટે “જિઇ વિઠ્ઠોમા” આ બે પદોને પ્રયોગ કરવામાં આવેલ છે. આ રીતે કઈ કઈ પ્રદેશમાં આ વન નીલવર્ણ યુક્ત પાંદડાઓથી યુકત હોવા બદલ સ્વયં નીલવર્ણ યુકત છે. અને આ રૂપથી જ એને અવભાસ થાય છે. તેમજ કઈ કઈ પ્રદેશમાં આ વને પત્રોની હરીતિમાને લઈને એટલે કે લીલા લીલા પાંદડાઓથી યુકત હોવા બદલ
સ્વયં હરિત યુકત છે અને આ રૂપથી આને અવભાસ થાય છે. આ વનખંડ કોઈ સ્થાન વિશેષમાં શીતલ સ્પર્શવાળા છે કેમ કે આદ્રલતા પુજેથીઆનું તળિયું સદા પિહિતઆછાદિત રહે છે, તેમજ સૂર્યકિરણો. ત્યાં પ્રવેશી શકતા નથી. એથી જ ત્યાં કીડા મટે આવેલ વ્યંતરદેવ અને દેવીઓને આને સ્પર્શ શીતળ રૂપથી પ્રતીત થાય છે. કેમ કે તેઓ ત્યાં કીડા કરતાં કરતાં કંટાળી જતા નથી પરંતુ વધારે ને વધારે પ્રમેદ ભાવથી યુક્ત અંતઃ કરણવાળા થઈને રહે છે. તેમજ આ વન ખંડ કોઈ સ્થાનમાં સ્નિગ્ધ-સુચિકકણ છે અને ચિકકણરૂપથી જ આને અવભાસ થાય છે. કોઈ કઈ સ્થળે આ વનખંડ “સી” તીવ્ર પ્રભાવાળો છે અને આ રૂપથી જ આને અવભાસ થાય છે. જે અહીં આ જાતની આ શંકા કરવામાં આવે કે સર્વ અવભાસો સત્યરૂપમાં હોતા નથી એથી તે રૂપના અવભાસને લઈને જે અહીં વનખંડમાં તદ્રુપતા સિદ્ધ કરવામાં આવી રહી છે તે કેવી રીતે સિદ્ધ થઈ શકે છે, જે કહેવામાં આવે કે આમ નહિ તદ્રપથી જે અવભાસ થાય છે તે સત્યરૂપમાં જ હોય છે તે આ સંબંધમાં આમ કહી શકાય કે મમરીચિકામાં જે જલાવભાસ હોય છે તે અવભાસ પણ સત્ય માનવામાં આવશે. પણ ખરેખર તે તે સત્ય માનવામાં આવતા નથી. એથી અહીં જે અવભાસ હોય છે તે એ નથી. એ જ વાતને સૂત્રકાર આ વિશે પણાન્તરેથી સુસ્પષ્ટ કરી રહયા છે કે આ વન કૃષ્ણવર્ણ યુકત એટલા માટે સાબિત થયું છે કે આ વન કૃષ્ણવર્ણની છાયાથી વિશિષ્ટ છે. આ રીતે આ વન નીલવર્ણવાળું એટલા માટે છે કે આ નીલવણ યુક્ત છાંયડાથી યુક્ત છે “ધનજરિતરછા ” આના મધ્યભાગમાં
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૧૨