Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
**
Jan Boucation Inte
આપણે જોઈએ. જે આજ્ઞા કે અભિપ્રાય હીરા મોતીની જેમ ચમકી રહ્યા છે તે સ્પષ્ટ छे- एवं णच्चा सव्वे पाणा जाव सव्वे सत्ता ण हंतव्वा जाव ण उद्दवेयव्वा । एस धम्मे धुवे णिइए सासए समिच्च लोगं खेयण्णेहिं पवेइए। एवं से भिक्खू विरए पाणाइवायाओ जाव मिच्छादंसणसल्लाओ ।
આ રીતે બીજા અઘ્યયનમાં પણ ક્રિયાસ્થાનોની વિવેચના કરી, પાપસ્થાનોથી બચવા માટે નિર્દેશ કર્યો છે. પછી તે શ્રમણ હોય કે શ્રમણોપાસક હોય, સાધુ હોય કે ગૃહસ્થ હોય, યથાયોગ્ય સૌને લાગુ પડે છે. સામાન્ય ગૃહસ્થને ધર્મના નીતિ માર્ગમાં પણ આ પાપસ્થાનક ત્યાગ યોગ્ય છે. વ્યવહાર દષ્ટિએ અને નિશ્ચય દૃષ્ટિએ પણ આ બધા પાપસ્થાન વર્જ્ય છે; એ દૃષ્ટિએ બીજું અધ્યયન ઘણું જ મહત્ત્વપૂર્ણ છે.
બાકીના બીજા અધ્યયનોમાં પણ બે સ્થાનોનો ઉલ્લેખ કરી, એક સ્થાન આદરણીય છે અને એક સ્થાન અનાદરણીય છે, તેમ કહ્યું છે; તો કોઈ અધ્યયનમાં બંને સ્થાનો અનાદરણીય છે. સામાન્ય રૂપે આર્ય અને અનાર્ય શબ્દનો પ્રયોગ વિપુલ રૂપે કરેલો છે અને અનાર્ય તરીકે કોઈ જાતિના ભાવોને ન લેતા જેના ભાવો અનર્થમૂલક છે, અધાર્મિક છે, ન્યાયોચિત નથી; તે લોકોને અનાર્ય ગણવામાં આવ્યા છે. જ્યારે કોમળ હૃદયના, સમ્યક વિચારવાળા, દયાવૃત્તિવાળા, ન્યાયોચિત વહેવારનું આચરણ કરે તેને આર્ય તરીકે ગણવામાં આવ્યા છે. આ વિવેચન ઘણું જ મહત્વપૂર્ણ છે. જૈન પરંપરા જન્મ, જાતિ કે વર્ણને મહત્ત્વ ન આપતા કર્મને મહત્ત્વ આપે છે. આ બીજો શ્રુતસ્કંધ ડગલે-પગલે આ વાતની સાક્ષી પૂરે છે.
આ શાસ્ત્રમાં ફક્ત અન્ય મતવાદીઓની જ વિપરીત, પ્રવૃત્તિનું વિવેચન કર્યું નથી, પણ જૈન શ્રમણ કેવા હોય ? નિર્પ્રથમુનિ કેવા હોય ? તેનું વિવેચન કરી સ્વલિંગી નિગ્રંથમુનિઓના વિપરીત આચાર-વિચારને પણ વખોડી કાઢવામાં આવ્યા છે. ખરું પૂછો તો સ્વમતના કોઈ પણ અનુરાગ વિના કે લાગ લપટ વિના એકાંત શુદ્ધ ત્યાગ માર્ગની અને અહિંસા માર્ગની સ્થાપના કરી છે. સાચું પૂછો તો આ બીજો શ્રુતસ્કંધ ઘણો જ મહત્ત્વપૂર્ણ છે. અત્યારે વર્તમાન કાળે પણ જો જૈન સાધુ-સાધ્વીઓના ઊંચા, આદરણીય, આચાર-વિચારો જળવાઈ રહ્યા છે અને સાધુ સંતો ચીવટથી, ત્યાગ સંસ્કૃતિને વળગી રહ્યા છે; તેમાં આ શ્રુતસ્કંધે ઘણો મોટો ભાગ ભજવ્યો છે.
હવે એક મહત્વપૂર્ણ વાત કરી આપણે આ આમુખ પૂરો કરીશું. જૈન શબ્દ ઘણો જ અર્વાચીન છે. શાયદ પાછલા વરસોમાં જૈન શબ્દનો ઉદ્ભવ થયો છે અને આજે આપણે જૈન ધર્મ, જૈન સાધુ, જૈન શાસ્ત્ર, જૈન સંસ્કૃતિ, જૈન દર્શન, ઇત્યાદિ શબ્દો વાપરીએ છીએ. તે શબ્દનું મૂળ શાસ્ત્રમાં હોય તેવું લાગતું નથી. પ્રાચીન ભાષામાં
24
For Private & Personal Use Only
wwwww.jainelibramborg