Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્યયન-૨: ફિયાસ્થાન
૪૯ ]
|४ से जहाणामए केइ पुरिसे जे इमे थावरा पाणा भवंति, तं जहा- इक्कडा इ वा कडिणा इ वा तुगा इ वा परगा इ वा मोरका इ वा तणा इ वा कुसा इ वा कुच्छगा इ वा पव्वगा ति वा पलालएइवा,तेणो पुत्तपोसणयाए णो पसुपोसणयाए णो अगारपोसणयाए णो समण-माहणपोसणयाए, णो तस्स सरीरगस्स किं चि वि परियाइत्ता भवइ, से हंता छेत्ता भेत्ता लुंपइत्ता विलुपइत्ता उज्झिउं बाले वेरस्स आभागी भवइ, अणट्ठादंडे । ભાવાર્થ - કોઈ પુરુષ, આ સ્થાવર પ્રાણીઓની હિંસા કરે છે, જેમ કે– ઇક્કડ, કઠિણ-વાંસમાં ઉત્પન્ન થતું ઘાસ, જંતુક, પરક, મયુરક-મુસ્તા(મોથ), તૃણ, કુશ, કુચ્છક, પર્વક અને પરાળ નામની વિવિધ વનસ્પતિ હોય છે, તેને નિરર્થક દંડ આપે છે. તે પુરુષ આ વનસ્પતિને પુત્રાદિના પોષણાર્થે પશુના પોષણાર્થે ગૃહરક્ષાર્થે, શ્રમણ કે માહણ (બ્રાહ્મણ)ના પોષણાર્થે અથવા પોતાના શરીરની રક્ષા માટે મારતા નથી, પરંતુ નિપ્રયોજન તે જીવોની હિંસા કરીને તેનું છેદન, ભેદન, ખંડન, મર્દન, ઉત્પીડન કરે છે, તેને ભયભીત કરે છે અથવા જીવન રહિત કરે છે અને જન્મ જન્માંતર સુધી વેરના ભાગી બની જાય છે અર્થાતુ તે જીવો સાથે વેર બાંધે છે.
५ से जहाणामए केइ पुरिसे कच्छसि वा दहंसि वा उदगंसि वा दवियंसि वा वलयसि व णूमंसि वा गहणंसि वा गहणविदुग्गंसि वा वर्णसि वा वणविदुग्गंसि वा पव्वयंसि वा पव्वयविदुग्गंसि वा तणाई ऊसविय ऊसविय सयमेव अगणिकायं णिसिरइ, अण्णेण वि अगणिकायं णिसिरावेइ, अण्णं पि अगणिकायं णिसितं समणुजाणइ-अणट्ठादंडे । एवं खलु तस्स तप्पत्तियं सावज्जे त्ति आहिज्जइ । दोच्चे दंडसमादाणे अणट्ठादंडवत्तिए त्ति आहिए । શબ્દાર્થ:- છંસ = નદીના કિનારા પર વાવિવુજાંતિ = દુર્ગમ વનમાં વિય = ઢગલો કરીને. ભાવાર્થ - કોઈ પુરુષ નદીના કિનારા પર, તળાવ કે ઝરણાના કિનારા પર, કોઈ જળાશયમાં, તુણરાશિ પર, નદી આદિ દ્વારા ઘેરાયેલા સ્થાનમાં, અંધકારપૂર્ણ સ્થાનમાં, કોઈ ગહન સ્થાનમાં, વિશેષ ગહન સ્થાનમાં વનમાં, ઘોર વનમાં, પર્વત પર અથવા પર્વતના કોઈ ગહન સ્થાનમાં, તૃણ–ઘાસને પાથરીને, ઘાસના ઊંચા ઢગલા કરીને, સ્વયં તેમાં આગ લગાવે, બીજા પાસે આગ લગાવરાવે અથવા આગ લગાવતી અન્ય વ્યક્તિઓનું અનુમોદન કરે, તે પુરુષ નિપ્રયોજન વનસ્પતિકાયિક, અગ્નિકાયિક તથા સદાશ્રિત અન્ય ત્રસાદિ પ્રાણીઓની હિંસાના નિમિત્તે પાપ કર્મોનો બંધ કરે છે. આ અનર્થદંડ પ્રચયિક નામનું બીજું ક્રિયાસ્થાન છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વિભિન્ન અભિપ્રાયોથી અનર્થદંડ પ્રચયિક ક્રિયાસ્થાનનું નિરૂપણ છે. અનર્થદંડપ્રત્યયિક ફિયાસ્થાન-નિયોજનનેન સાવદિયાનુષ્ઠાન અનર્થ ડૂ: I કોઈ પણ પ્રયોજન વિના કેવળ આદત, કૌતુક, કુતુહલ, મનોરંજન આદિથી પ્રેરાઈને કોઈ પણ ત્રસ કે સ્થાવર જીવની કોઈ પણ રીતે કરવામાં આવેલી હિંસા (દંડ)ના નિમિત્તે જે પાપ કર્મનો બંધ થાય છે, તેને અનર્થદંડપ્રત્યયિક ક્રિયાસ્થાન કહે છે, જેમ કે– ઘાસ પર ચાલવું. સૌંદર્ય પ્રસાધનના સાધનોનો ઉપયોગ કરવો, હોળી પ્રગટાવવી, ફટાકડા ફોડવા વગેરે. અર્થદંડwત્યયિકકિયા સ્થાનની અપેક્ષાએ અનર્થદંડ-પ્રત્યાયિકકિયાસ્થાન અધિક પાપકર્મબંધક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org