Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૮
]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
શબ્દાર્થ -નરપેવેલિ = ગૃહપ્રદેશમાં, કોઈક રૂમ(ઓરડા)માં પાલાવશ્વિને = પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના શિષ્ય મેચને = મેતાર્યપણે = પ્રદેશ, સ્થળ, પ્રશ્નપુરિઝલ્વે = પૂછવાના છે અદાવસિયંયથાદર્શિત-જેવો આપે નિશ્ચય કર્યો છે સવાયું = વાદસહિત, તર્ક-પ્રતિતર્ક યુક્ત. ભાવાર્થ :- વનખંડના કોઈ એક ગૃહપ્રદેશમાં એટલે કે કોઈ મકાન(ઓરડા)માં ભગવાન ગૌતમ ગણધર વિચરતા હતા. તે સમયે ભગવાન મહાવીર સ્વામી બગીચામાં બિરાજમાન હતા. તે સમયે મેતાર્ય ગોત્રીય ભગવાન પાર્શ્વનાથ સ્વામીની પરંપરાના શિષ્ય નિગ્રંથ ઉદક પેઢાલપુત્ર ભગવાન ગૌતમ સ્વામી પાસે આવ્યા. તેઓએ ભગવાન ગૌતમસ્વામી પાસે આવીને આ પ્રમાણે કહ્યું- હે આયુષ્યમનું ગૌતમ! મારે આપને કેટલાક પ્રશ્નો પૂછવા છે, તે પ્રશ્નોને આપે જે રીતે પ્રભુ મહાવીર સ્વામી પાસેથી સાંભળ્યા છે, જે રીતે નિશ્ચય કર્યો છે, તે જ રીતે મને તર્ક-પ્રતિતર્કના સમાધાન પૂર્વક કહેશો? ત્યારે ભગવાન ગૌતમે ઉદક પેઢાલપુત્રને આ પ્રમાણે કહ્યું – હે આયુષ્યમનું ઉદક ! આપના પ્રશ્નો સાંભળી-સમજીને પછી જ કહીશ અર્થાતુ પ્રશ્ન સાંભળ્યા પછી યોગ્ય લાગશે તો અવશ્ય ઉત્તર આપીશ. | ५ सवायं उदए पेढालपुत्ते भगवं गोयम एवं वयासी- आउसंतो गोयमा ! अत्थि खलु कुमारपुत्तिया णाम समणा णिग्गंथा तुम्हाणं पवयणं पवयमाणा गाहावई समणोवासगंउवसंपण्णं एवं पच्चक्खार्वति- णण्णत्थ अभिओगेणं गाहावइचोरग्गहणविमोक्खणयाए तसेहिं पाणेहिं णिहाय दंडं । एवं ण्हं पच्चक्खंताणं दुपच्चक्खायं भवइ, एवण्हं पच्चक्खावेमाणाणं दुपच्चक्खावियं भवइ । एवं ते परं पच्चक्खावेमाणा अइयरति सयं पइण्णं । कस्स णं तं हेउं ? संसारिया खलु पाणा, थावरा वि पाणा तसत्ताए पच्चायति, तसा वि पाणा थावरत्ताए पच्चायति, थावरकायाओ विप्पमुच्चमाणा तसकायंसि उववज्जति, तसकायाओ विप्पमुच्चमाणा थावरकायंसि उववज्जति, तेसिं च णं थावरकायसि उववण्णाणं ठाणमेयं घत्तं । શદાર્થ-પવન-નિરૂપણ કરતાં કાંપUM = સંપન્ન, યુક્ત ખોખ વિવાર વિમોQળયા = ગાથાપતિ દ્વારા રાજ્યાપરાધથી ચોરરૂપે પકડાયેલ પોતાના છ પુત્રોને દંડમાં રાખવાછોડાવવાના ન્યાયે પvi = પ્રતિજ્ઞાને અતિ = ઉલ્લંઘન કરે છે સંસારિયા = સાંસારિક પ્રાણી, સંચરણશીલ–પરિવર્તનશીલ પુષ્યાતિ = ઉત્પન્ન થાય છે વિપ્રમુqAM = છોડીને. ભાવાર્થ :- ઉદક પેઢાલપુત્રે યુક્તિપૂર્વક ભગવાન ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું- હે આયુષ્યમાન ગૌતમ ! કુમારપુત્ર નામના શ્રમણ નિગ્રંથ છે, જે આપના પ્રવચન અનુસાર પ્રરૂપણા કરે છે. જ્યારે કોઈ ગૃહસ્થ શ્રમણોપાસક તેમની પાસે પ્રત્યાખ્યાન ગ્રહણ કરવા જાય છે, ત્યારે તે શ્રમણ નિગ્રંથ રાજાભિયોગ ગાથાપતિ ચોરવિમોક્ષણ ન્યાયથી અર્થાતુ ગાથાપતિ દ્વારા રાજ્યાપરાધના કારણે ચોરરૂપે પકડાયેલા પોતાના છ પુત્રોને દંડમાં રાખવા કે છોડાવવાના ન્યાયથી(આ ન્યાય સંબંધી વિસ્તૃત દષ્ટાંત વિવેચનમાં જુઓ.) શ્રમણોપાસકને ત્રસ જીવોની હિંસાનો ત્યાગ કરાવે છે, પરંતુ આ પ્રકારના પ્રત્યાખ્યાન જે લોકો ગ્રહણ કરે છે, તેમના પ્રત્યાખ્યાન દુwત્યાખ્યાન-મિથ્યા પ્રત્યાખ્યાન થઈ જાય છે તથા આ રીતે જે પ્રત્યાખ્યાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org