Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૭ : નાલંદીય
કરાવે છે, તે દુષ્પ્રત્યાખ્યાન કરાવે છે; કારણ કે આ પ્રમાણે બીજાને પ્રત્યાખ્યાન કરાવનાર સાધક પોતાની પ્રતિજ્ઞાનું ઉલ્લંધન કરે છે, તેમની પ્રતિજ્ઞાભંગનું કારણ શું છે ? તે તમે સાંભળો.
સંસારના પ્રાણીઓ પરિવર્તનશીલ છે. સ્થાવર જીવો ત્રસપણે અને ત્રસ જીવો સ્થાવરપણે ઉત્પન્ન થતા રહે છે. સ્થાવર જીવો સ્થાવરકાયને છોડીને ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે અને ત્રસ જીવો ત્રસકાયને છોડીને સ્થાવરકાયમાં ઉત્પન્ન થાય છે.
૧૮૩
જ્યારે ત્રસ જીવો સ્થાવ૨કાયમાં ઉત્પન્ન થાય, ત્યારે ત્રસ જીવોની હિંસાનો ત્યાગ કરનારા પુરુષોને માટે તે જીવો ઘાત કરવા યોગ્ય થઈ જાય છે.(તે પુરુષ દ્વારા ત્રસમાંથી સ્થાવર૫ણે ઉત્પન્ન થયેલા જીવોની હિંસા થતાં તેની પ્રતિજ્ઞાનો ભંગ થાય છે.)
६ एवं हं पच्चक्खंताणं सुपच्चक्खायं भवइ, एवं हं पच्चक्खावेमाणाणं सुपच्चक्खावियं भवइ । एवं ते परं पच्चक्खावेमाणा णाइयरंति सयं पइण्णं - गण्णत्थ अभिओगेणं गाहावईचोरग्गहण - विमोक्खणयाए तसभूएहिं पाणेहिं णिहाय दंड । एवमेयं सइ भासापरक्कमे विज्जमाणे जे ते कोहा वा जाव लोहा वा परं पच्चक्खावेंति, अयं पि से उवएसे णो णेयाउए भवइ, आउसो गोयमा ! तुब्भं पि एयं एवं रोयइ ? ભાવાર્થ :- જે શ્રમણોપાસકો આ પ્રમાણે(આગળ કહેવાશે તે વિધિથી) પ્રત્યાખ્યાન કરે કે પ્રત્યાખ્યાન કરાવે તો તેના સુપ્રત્યાખ્યાન થાય છે. તે પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કરતા નથી. જો તે ગાથાપતિ દ્વારા રાજ્યાપરાધી ચોર(પુત્ર) ગ્રહણ—વિમોક્ષણ ન્યાયથી ત્રસભૂત–વર્તમાનમાં ત્રસપણાને પ્રાપ્ત જીવોની હિંસાનો અમે ત્યાગ કરીએ છીએ કે કરાવીએ છીએ. આ પ્રકારની યોગ્ય ભાષાનો પ્રયોગ હોવા છતાં તેને ન સ્વીકારતાં જે લોકો ક્રોધ યાવત્ લોભ આદિ કષાયોને વશ થઈ અર્થાત્ પોતાના આગ્રહને વશ થઈને ‘ત્રસ’ શબ્દની સાથે ‘ભૂત’ શબ્દ જોડ્યા વિના જ પ્રત્યાખ્યાન કરાવે છે. તેઓનું આ પ્રકારનું કથન(વાક્યપ્રયોગ) ન્યાયયુક્ત નથી ? હે આયુષ્યમન્ ગૌતમ ! શું આપને મારું આ મંતવ્ય રુચિકર લાગે છે ?
७ सवायं भगवं गोयमे उदयं पेढालपुत्तं एवं वयासी- णो खलु आउसो उदगा ! णो खलु अम्हं एवं एवं रोयइ, जे ते समणा वा माहणा वा एवमाइक्खति जाव परूवेंति । णो खलु समणा वा णिग्गंथा वा समियाए भासं भासंति, अब्भाइक्खति खलु समणे समणोवासए वा । जेहिं वि अण्णेहिं पाणेहिं भूएहिं जीवेहिं सत्तेहिं संजमयंति ताणि वि ते अब्भाइक्खंति, कस्स णं तं हेठं ? संसारिया खलु पाणा, तसा वि पाण थावरत्ताए पच्चायंति, थावरा वि पाणा तसत्ताए पच्चायंति तसकायाओ विप्पमुच्चमाणा थावरकायंसि उववज्जंति, थावरकायाओ विप्पमुच्चमाणा तसकायंसि उववज्जंति, तेसिं च णं तसकायंसि उववण्णाणं ठाणमेयं अघत्तं ।
શબ્દાર્થ :- અણુતાવિયં = તાપને ઉત્પન્ન કરનારી અન્માવતિ = અભ્યાખ્યાન કરે છે, કહે છે અયત્ત ઘાત કરવા યોગ્ય નથી.
ભાવાર્થ :– ભગવાન ગૌતમ સ્વામીએ ઉદક પેઢાલપુત્ર નિગ્રંથને યુક્તિપૂર્વક આ પ્રમાણે કહ્યું– હે આયુષ્યમાન ઉદક ! અમને આ પ્રકારનું ત્રસ પદ સાથે ભૂત પદ જોડીને પ્રત્યાખ્યાન કરાવવાનું મંતવ્ય
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org