Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 245
________________ અધ્યયન-૭: નાલંદીય _ [ ૧૮૧] ત્યાંથી ઘણાં ભોજન-પાણી લુલા, લંગડા, આંધળા, સૂંઠા વગેરે લોકોને વહેંચવામાં આવતાં હતાં. તેઓ ઘણાં દાસ-દાસીઓ, ગાય, ભેંસ, અને ઘેટાં વગેરે દુપદ અને ચઉપદ પ્રાણીઓના સ્વામી હતા યાવત અનેક લોકોથી સન્માનિત હતા. તે લેપ નામના ગાથાપતિ વ્રતધારી શ્રમણોપાસક પણ હતા. તે જીવ-અજીવના જ્ઞાતા યાવતું શ્રી ઉપાસકદશાંગ સૂત્ર કથિત શ્રાવકોના ગુણોથી યુક્ત હતા. | ३ तस्स णं लेवस्स गाहावइस्स णालंदाए बाहिरियाए बहिया उत्तरपुरथिमे दिसिभाए एत्थ णं सेसदविया णाम उदगसाला होत्था- अणेगखभसयसण्णिविट्ठा पासाईया जाव पडिरूवा । तीसे णं सेसदवियाए उदगसालाए उत्तरपुरथिमे दिसीभाए, एत्थ णं हत्थिजामे णामं वणसंडे होत्था- किण्हे किण्होभासे, वण्णओ वणसंडस्स । શબ્દાર્થ:-સેસવિયા ગામ = શેષદ્રવ્યા નામની ૩૬ સીતા = પાણીશાળા, પાણીનું પરબ અને - હંમસયસવિદ્દ = સેંકડો થાંભલાઓ ઉપર સંસ્થિત. ભાવાર્થ :- તે નાલંદા નગરીની બહાર ઈશાન કોણમાં લેપ ગાથાપતિની શેષદ્રવ્યા નામની એક ઉદકશાળા હતી, તે ઉદકશાળા સેંકડો થાંભલાઓ પર સંસ્થિત, મનોરમ અને અત્યંત સુંદર હતી. તે શેષદ્રવ્યા નામની ઉદકશાળાના ઈશાન કોણમાં હસ્તિયામ નામનો એક વન ખંડ હતો. તે વનખંડ કૃષ્ણવર્ણવાળો, કૃષ્ણ કાંતિવાળો વગેરે વનખંડનું વર્ણન ઔપપાતિક સૂત્ર અનુસાર જાણવું જોઈએ. વિવેચન : પ્રસ્તુત અધ્યયનનો મુખ્ય વિષય ભગવાન ગૌતમ અને પાર્શ્વનાથ પ્રભુની પરંપરાના ઉદક પેઢાલપુત્ર મુનિ વચ્ચે થયેલી તત્ત્વચર્ચા છે. તેની પૂર્વ ભૂમિકા રૂપે સૂત્રકારે તે ચર્ચાના સ્થાનભૂત રાજગૃહ નગરી, નાલંદા નામની ઉપનગરી, ત્યાંના નિવાસી લેપ નામના શ્રમણોપાસક, તેની શેષદ્રવ્યા નામની ઉદકશાળા-પરબ અને તેની બાજુમાં આવેલા હસ્તિયામ નામના વનખંડનું ક્રમશઃ વર્ણન કર્યું છે. સોવિયા ૩૯ IIT - શેષદ્રવ્યોથી બનેલું પરબ. લેપ ગાથાપતિએ પોતાના ભવનના નિર્માણ પછી શેષ વધેલી ધન સંપત્તિથી ઉદકશાળા-પરબનું નિર્માણ કરાવ્યું હતું, તેથી તેનું “શેષદ્રવ્યા ઉદકશાળા” નામ સાર્થક હતું. લેપ શ્રમણોપાસકનું ઉપરોક્ત કાર્ય શ્રાવકોની અસંગ્રહવૃત્તિને પ્રગટ કરે છે. શ્રાવકો પોતાના ભોગોપભોગથી અધિક ધનસંપત્તિ હોય, તો તેનો સંગ્રહ ન કરતાં તેનો ઉપયોગ પરોપકારના કાર્યોમાં કરે તે શ્રાવકાચારને યોગ્ય છે. ઉદક નિગ્રંથની પ્રત્યાખ્યાન વિષયક જીજ્ઞાસા: ગણધર ગૌતમ દ્વારા સમાધાન:| ४ तस्सि च णं गिहपदेसंसि भगवं गोयमे विहरइ, भगवं च णं अहे आरामंसि। अहे णं उदए पेढालपुत्ते पासावच्चिज्जे णियंठे मेयज्जे गोत्तेणं जेणेव भगवं गोयमे तेणेव उवागच्छइ, उवागच्छित्ता भगवं गोयम एवं वयासी- आउसंतो गोयमा ! अस्थि खलु मे केइ पएसे पुच्छियव्वे, तं च मे आउसो ! अहासुयं अहादरिसियमेयं वियागरेहि सवायं । भगवं गोयमे उदयं पेढालपुत्तं एवं वयासी- अवियाई आउसो ! सोच्चा णिसम्म जाणिस्सामो । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286