Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૭: નાલંદીય _
૧૮૭ ]
જ્યારે સર્વનો સ્વીકાર અશક્ય હોય, ત્યારે સર્વનાશ થાય, તેના કરતાં અંશનો પણ સ્વીકાર કરી લેવો, તે હિતાવહ છે. તેથી જ શ્રાવકોના અહિંસાવ્રતના સ્વીકારમાં ‘ત્રસ જીવોની હિંસાનો ત્યાગ કરું છું” આ પ્રકારનો ભાષાપ્રયોગ યથોચિત, ન્યાયસંગત, સાર્થક અને સફળ છે, તેમાં આંશિક પણ દોષની સંભાવના નથી. રામગોને દાવોરણ-વિમોજણા:- રાજ્યપરાધી ગૃહપતિ-ચોર વિમોક્ષણ
ન્યાય. આ સૂત્રાંશ વિશે દષ્ટાંતનું સ્પષ્ટીકરણ કરતાં વ્યાખ્યાકારે કથાનક પ્રસ્તુત કર્યું છે. રાયાપરાધી ગુહપતિ-ચોર વિમોણ ન્યાય - એક વાર એક રાજાએ આજ્ઞા કરી કે સમસ્ત નાગરિકો સાંજે નગરની બહાર આવીને કૌમુદી મહોત્સવમાં ભાગ લે. જે નાગરિક નગરમાં રહેશે, તેને મૃત્યુદંડની સજા આપવામાં આવશે. એક વણિકના છ પુત્રો પોતાના કાર્યની વ્યસ્તતાથી નગરની બહાર જવાનું ભૂલી ગયા. સૂર્યાસ્ત થતાં જ નગરનાં બધા મુખ્યદ્વાર બંધ કરવામાં આવ્યા. પ્રાતઃકાળે તે છ વણિક પુત્રોને રાજપુરુષોએ પકડી લીધા. રાજા દ્વારા મૃત્યુદંડની ઘોષણા સાંભળીને વણિક અત્યંત ચિંતિત થયા. પુત્રોની સુરક્ષા માટે તેણે રાજાને વિનમ્રભાવે વિનંતિ કરી પરંતુ રાજાએ તેનો સ્વીકાર કર્યો નહીં. ત્યારે તેણે ક્રમશઃ પાંચ, ચાર, ત્રણ, બે અને અંતે વંશની સુરક્ષા માટે એક મોટા પુત્રને છોડી દેવાની પ્રાર્થના કરી. રાજાએ તેની પ્રાર્થના સ્વીકારીને એક સહુથી મોટા પુત્રને છોડી દીધો. આ દષ્ટાંતમાં વૃદ્ધ વણિક પોતાના છએ પુત્રોને રાજદંડથી મુક્ત કરાવવા માગે છે, પરંતુ જ્યારે તે શક્ય ન બન્યું ત્યારે તેણે એક મોટા પુત્રને છોડાવીને સંતોષ માન્યો, તે જ રીતે સાધુ કોઈ પણ મનુષ્યોને છકાય જીવોની હિંસાના સંપૂર્ણ પ્રત્યાખ્યાન કરાવવાની ઇચ્છા રાખે છે. એક પણ જીવની હિંસા થાય, તેવું સાધુ ઇચ્છતા નથી. તેમ છતાં શ્રાવક જ્યારે સર્વ જીવોની હિંસાના પ્રત્યાખ્યાન કરવામાં પોતાની અસમર્થતા પ્રગટ કરે, ત્યારે સાધુ યથાશક્ય ત્યાગ કરાવે છે. શ્રાવક પણ પોતાની પરિસ્થિતિ વશ સર્વ જીવોની હિંસાનો ત્યાગ કરી શકતા નથી તેથી ત્રસ જીવોની હિંસાનો ત્યાગ કરે છે, સ્થાવર જીવોની હિંસાનો ત્યાગ કરતા નથી. જેમ માત્ર એક જ મોટા પુત્રને બચાવી શકનારા પિતા અન્ય નાના પાંચ પુત્રોની હિંસાને ઇચ્છતા નથી, તેમ છતાં એક પુત્રની રક્ષા માટે તે પાંચ પુત્રોની હિંસાને દુઃખિત હદયે સ્વીકારી લે છે. તેમ સાધુ કે શ્રાવકને સર્વ જીવો પ્રતિ દયાભાવ હોવા છતાં યથાશક્ય જેટલા જીવોની રક્ષા થાય તેનાથી સંતોષ માને છે. આ દષ્ટાંતમાં ગાથાપતિ સમજણપૂર્વક ન છૂટકે આંશિક હિંસાને સ્વીકારી આંશિક રક્ષા કરે છે. તેમ શ્રાવક પણ સમજણપૂર્વક ન છૂટકે આંશિક હિંસાને સ્વીકારીને શક્ય જેટલો ત્યાગ કરે છે અને સાધુ પણ સમજપૂર્વક આંશિક ત્યાગ કરાવે છે. તેમ કરનાર શ્રાવક અને શ્રમણ બંને નિર્દોષ છે. પ્રત્યાખ્યાન નિર્વિષયતા વિષયક શંકા-સમાધાન :|११ सवायं उदए पेढालपुत्ते भगवं गोयम एवं वयासी- आउसंतो गोयमा ! पत्थि णं से केइ परियाए जण्णं समणोवासगस्स एगपाणाइवायविरए वि दंडे णिक्खित्ते, कस्स णं तं हेउ ? संसारिया खलु पाणा, थावरा वि पाणा तसत्ताए पच्चायति, तसा वि पाणा थावरत्ताणं पच्चायति, थावरकायाओ विप्पमुच्चमाणा सव्वे तसकायसि उववज्जति, तेसिं च णं थावरकायंसि उववण्णाणं ठाणमेयं घत्तं । શબ્દાર્થ -ત્વિ પાણાફવાવર = એક પણ જીવના પ્રાણાતિપાતથી વિરતિ એટલે કે પ્રાણીઓને ન મારવાનો ત્યાગ થશે નહીં gિ = નિક્ષિપ્ત વત્તળ = વક્તવ્ય અનુસાર રિયા = પર્યાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org