Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 258
________________ ૧૯૪ ] શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ) હિંસાનો જ ત્યાગ હોય છે. કર્મોદયવશ તેની પર્યાયનું પરિવર્તન થાય, તે સ્થાવર પર્યાયને પ્રાપ્ત કરે, તો તે ભૂતપૂર્વ ત્રસ જીવોની હિંસાનો ત્યાગ શ્રાવકોની વ્રતમર્યાદામાં થતો નથી. - ત્રસ પર્યાયની પૂર્વ-પશ્ચિાત્ અવસ્થા સાથે શ્રાવકોના પ્રત્યાખ્યાનનો કોઈ સંબંધ નથી. પ્રત્યાખ્યાનનો સંબંધ વર્તમાન પર્યાય સાથે જ હોય છે અને ત્રાસ-સ્થાવર કોઈ પણ પર્યાયનો ક્યારેય સર્વથા નાશ થતો નથી. પ્રત્યાખ્યાનની નિર્વિષયતાનું દષ્ટાંતો દ્વારા નિરાકરણ:१६ भगवं च णं उदाहु-संतेगइया समणोवासगा भवंति, तेसिं च णं एवं वुत्तपुव्वं भवइ- णो खलु वयं संचाएमो मुंडा भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए, वयं णं चाउद्दसट्ठमुट्ठिपुण्णमासिणीसु पडिपुण्णं पोसह सम्म अणुपालेमाणा विहरिस्सामो, थूलगं पाणाइवायं पच्चक्खाइस्सामो, एवं थूलगं मुसावायं थूलगं अदिण्णादाणं, थूलगं मेहुणं, थूलगं परिग्गहं पच्चक्खाइस्सामो, इच्छापरिमाणं करिस्सामो दुविहं तिविहेणं। मा खलु मम अट्ठाए किंचि वि करेह वा कारावेह वा, तत्थ वि पच्चाइक्खिस्सामो, ते णं अभोच्चा अपिच्चा असिणाइत्ता आसंदीपेढियाओ पच्चोरुहित्ता, ते तह कालगया कि वत्तव्वं सिया ? सम्म कालगय त्ति वत्तव्वं सिया । ते पाणा वि वुच्चंति, ते तसा वि वुच्चंति, ते महाकाया, ते चिरट्ठिइया, ते बहुतरगा पाणा जेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवइ, ते अप्पयरगा पाणा जेहिं समणोवासगस्स अपच्चक्खायं भवइ, से महया तसकायाओ उवसंतस्स उवट्टियस्स पडिविरयस्स जं णं तुब्भे वा अण्णो वा एवं वयह- णत्थि णं से केइ परियाए जंसि समणोवासगस्स एगपाणाए वि दंडे णिक्खित्ते । अयं पि भे उवएसे णो णेयाउए भवइ । ભાવાર્થ :- ભગવાન શ્રી ગૌતમ સ્વામીએ પ્રકારોતરથી ઉદક નિગ્રંથને સમજાવવા માટે કહ્યું– કેટલાક શ્રમણોપાસકો બહુ શાંત હોય છે. તેઓ સાધુના સાંનિધ્યમાં આવીને સર્વ પ્રથમ એમ કહે છે કે અમે મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરીને અણગાર ધર્મમાં પ્રવ્રજિત થવામાં સમર્થ નથી. અમે તો ચતુર્દશી, અષ્ટમી અને પૂર્ણિમાના દિવસે પરિપૂર્ણ પૌષધવ્રતનું સમ્યક પ્રકારે પાલન કરશું. અમે કરવું નહીં– કરાવવું નહીં, આ બે કરણ અને મન-વચન-કાયા, આ ત્રણ યોગથી સ્થૂલ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદન, મૈથુન, પરિગ્રહના પ્રત્યાખ્યાન કરશું. અમે અમારી ઇચ્છાનું પરિમાણ કરશું. અમે પૌષધાદિ વ્રતની આરાધના સમયે અમારા માટે કોઈ પણ પાપપ્રવૃત્તિ કરવાનો કે કરાવવાનો ત્યાગ કરશું. પૌષધવ્રતમાં સ્થિત તે શ્રાવક આહાર–પાણીનો ત્યાગ કરીને, સ્નાનાદિ શરીરની શોભા-વિભૂષાનો ત્યાગ કરીને, આરામ ખુરશી, પલંગ આદિ સુખાકારી સાધનોથી નીચે ઉતરીને સમ્યક પ્રકારે પોષધવ્રતનું પાલન કરીને આયુષ્ય પૂર્ણ થતાં કાલધર્મ પામે, તો તેના મૃત્યુના વિષયમાં શું કહેવું? તેના વિષયમાં આ પ્રમાણે કહેવું જોઈએ કે તે સમાધિપૂર્વક કાલધર્મ પામી સુગતિ-દેવગતિ પામ્યા હોવાથી ત્રસપણાને પામે છે. તે જીવ પ્રાણ ધારણ કરવાથી પ્રાણી, ત્રસનામકર્મનો ઉદય થવાથી ત્રસ, એક લાખ યોજનનું શરીર બનાવવાની વૈક્રિય શક્તિ હોવાથી મહાકાય, તેત્રીસ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ હોવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286