Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 269
________________ અધ્યયન-૭ : નાલંદીય અપ્રાપ્તની પ્રાપ્તિ રૂપ યોગ અને પ્રાપ્ત થયેલાના સંરક્ષણરૂપ ક્ષેમ-કલ્યાણકારી માર્ગને પ્રાપ્ત કરે છે, ત્યારે તે વ્યક્તિ ઉપકારી તથા યોગક્ષેમ પદના ઉપદેશકનો આદર કરે છે, વંદન નમસ્કાર કરે છે, સત્કાર કરે છે, સન્માન કરે છે, કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ અને ચૈત્યરૂપ માનીને તેમની પર્યુપાસના કરે છે. ३८ | तए णं से उदए पेढालपुत्ते भगवं गोयमं एवं वयासी- एएसि णं भंते ! पयाणं पुव्विं अण्णाणयाए असवणयाए अबोहीए अणभिगमेणं अदिट्ठाणं असुयाणं अमुयाणं अविण्णायाणं अणिज्जूढाणं अव्वोगडाणं अव्वोच्छिण्णाणं अणिसट्ठाणं अणिवूढाणं अणुवहारियाणं एयम णो सद्दहियं णो पत्तियं णो रोइयं, एएसि णं भंते ! पदाणं एण्णि जाणयाए सवणयाए बोहीए जाव अवधारियाणं एयमट्ठे सद्दहामि पत्तियामि रोमि एवमेयं जहा णं तुब्भे वदह । ૨૦૫ શબ્દાર્થ:- અબ્બાળવાર્ = જ્ઞાન ન હોવાથી અક્ષવળવાર્ = ન સાંભળવાથી અવોહિણ્ = બોધ ન હોવાથી अणभिगमेणं = અભિગમ અર્થાત્ હૃદયંગમ ન હોવાથી મલિકૢાળ = નહીં જોયેલા અસુવાળ = નહીં સાંભળેલા અનુયાળ = સ્મૃતિમાં ન રાખેલા અવિળયાળ = અવિજ્ઞાત એટલે કે વિશેષ પ્રકારે નહીં જાણેલા મળો।વાળ = અવ્યાકૃત અર્થાત્ વિશેષ સ્પષ્ટ નહીં કરેલા તેમજ ગુરુમુખે ગ્રહણ નહીં કરેલા ઋષિમૂઠા ખં ગૂઢ અર્થાત્ પ્રગટ નહીં જાણેલા અવિચ્છિનાળ = સંશય રહિત થઈને જ્ઞાત નહીં કરાયેલા અખિલજ્જાળ હૃદયૂર્વક નિશ્ચય નહીં કરાયેલા ઋષિવૂળ = સારી રીતે નિશ્ચય નહીં કરાયેલા અર્થાત્ પાલન નહીં કરાયેલા અનુવહારિયાળ = અવધારણ-ધારણ નહીં કરાયેલા. ભાવાર્થ :- ત્યાર પછી ઉદક નિગ્રંથે ભગવાન ગૌતમ સ્વામીને કહ્યું– હે ભગવન્ ! મેં આપના દ્વારા નિરૂપિત પરમ કલ્યાણકારી યોગક્ષેમ રૂપ પદો પહેલાં ક્યારે ય જાણ્યા ન હતાં, સાંભળ્યા ન હતાં, સમજ્યા પણ ન હતાં, ક્યારે ય હૃદયંગમ કર્યા ન હતાં, મેં સ્વયં સાક્ષાત્ જોયાં ન હતાં કે બીજા પાસેથી પણ સાંભળ્યા ન હતાં. આ પદોને મેં સ્મૃતિમાં રાખ્યા ન હતાં, આ રીતે આ પદો અત્યાર સુધી મારા માટે અજ્ઞાત હતાં. તેની વ્યાખ્યા મેં ગુરુમુખે સાંભળી ન હતી, આ પદો મારા માટે પ્રગટ ન હતાં, નિઃસંશયપણે મારા વડે જાણેલાં ન હતા, હૃદયપૂર્વક તેનો નિશ્ચય કર્યો ન હતો, મારા વડે તેનું પાલન કરેલું ન હતું, આ પદોના અર્થોની ધારણા પણ કરી ન હતી, આ પદોના અર્થની મેં શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ કરી ન હતી. હે ભંતે ! આ પદોને મેં હવે આપની પાસેથી જાણ્યાં છે, સાંભળ્યાં છે, સમજ્યાં છે યાવત્ અર્થની ધારણા કરી છે તેથી હવે હું આપના દ્વારા કહેવાયેલાં આ અર્થોમાં શ્રદ્ધા કરું છું, પ્રતિતી કરું છું, રુચિ કરું છું. આ કથન આપ જેમ કહો છો તેમજ છે. ३९ तए णं भगवं गोयमे उदगं पेढालपुत्तं एवं वयासी - सद्दहाहि णं अज्जो ! पत्तियाहि णं अज्जो ! रोएहि णं अज्जो ! एवमेयं जहा णं अम्हे वदामो । Jain Education International ભાવાર્થ :- ત્યાર પછી ઉદક નિગ્રંથના હૃદય પરિવર્તન પછી શ્રી ભગવાન ગૌતમસ્વામીએ ઉદક પેઢાલ પુત્રને આ પ્રમાણે કહ્યું– હે આર્ય ઉદક ! સંપૂર્ણ શ્રદ્ધા રાખો, હે આર્ય ! તેના પર પ્રતીતિ કરો, હે આર્ય ! તેની રુચિ કરો, હે આર્ય ! મેં આપને જે કહ્યું છે, તે જ સત્ય-તથ્યરૂપ છે. ૪૦ तए णं से उदए पेढालपुत्ते भगवं गोयमं एवं वयासी- इच्छामि णं भंते ! तुब्भं For Private Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286