Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-s: આદ્રીય .
[ ૧૭૭ ]
શબ્દાર્થ – સમન્નપણું = શ્રમણોના વ્રતમાં માને = અનાર્ય વતિ = કેવળી માહિ૫ = આત્મા + અહિતે = આત્માનું અહિત કરનાર. ભાવાર્થ :- જે પુરુષ સાધુઓનાં વ્રતમાં સ્થિત થઈને એક વર્ષમાં એક-એક પ્રાણીને મારે છે અને તે પ્રમાણે ઉપદેશ કરે છે, તે પુરુષને અનાર્ય કહ્યા છે, તે સ્વ-પરનું અહિત કરનાર છે. તે પુરુષો કેવળજ્ઞાની થઈ શકતા નથી. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં હસ્તિતાપસોની માન્યતા તથા તેનું નિરાકરણ છે. હસ્તિ-તાપસોની માન્યતા અનુસાર ઘણાં જીવોના વધથી ઘણી હિંસા અને અલ્પસંખ્યાવાળા જીવોના વધથી અલ્પહિંસા થાય છે, કંદમૂળ, ફળ આદિ ખાનારા અથવા અનાજ ખાનારા સાધક ઘણા સ્થાવર જીવો તથા તેના આશ્રયે રહેલા અનેક ત્રસ જીવોની હિંસા કરે છે. ભિક્ષાજીવી સાધકપણ ભિક્ષા માટે ફરતા હોય ત્યારે કીડી આદિ અનેક પ્રાણીઓની હિંસા થવાની સંભાવના છે, ભિક્ષાના લાભ-અલાભમાં તેઓનું ચિત્ત રાગદ્વેષથી મલિન પણ થાય છે, આવા પ્રપંચોથી દૂર રહીને વર્ષમાં એકવાર માત્ર એક મોટા હાથીને મારીને, તેના માંસથી આખું વર્ષ નિર્વાહ કરવો, તે શ્રેષ્ઠ છે.
આદ્રકમુનિ પૂર્ણ અહિંસાના ઉપાસક હતા, તેથી તેમણે હસ્તિતાપસોની અહિંસા સંબંધી ભ્રાન્તિનું નિરાકરણ બે પ્રકારે કર્યું છે– (૧) હિંસા-અહિંસાની ન્યૂનાધિકતાનો માપ દંડ મૃત જીવોની સંખ્યા નથી, પરંતુ તેનો આધાર જીવોની ચેતના, ઇન્દ્રિયો, મન, શરીર આદિનો વિકાસ તેમજ મારનાર વ્યક્તિની તીવ્ર-મંદ ભાવના છે અર્થાત્ સ્થાવર જીવોની હિંસાથી બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોની હિંસામાં ક્રમશઃ પરિણામોમાં તીવ્રતા અધિક થવાથી કર્મબંધ અધિક થાય છે. અહિંસા મહાવ્રતની આરાધના કરનાર સાધુની ભાવના સંપૂર્ણતઃ અહિંસક જ હોય છે. તે પોતાની પ્રત્યેક પ્રવૃત્તિ અહિંસાની ભાવના સાથે યતના પૂર્વક જ કરે છે, તેથી જે હાથી જેવા વિશાળકાય, વિકસિત ચેતનાયુક્ત, પંચેન્દ્રિય પ્રાણીને મારે છે તે ઘોર હિંસાના દોષથી લિપ્ત થાય છે. (૨) આખા વર્ષમાં એક મહાકાય પ્રાણીની હિંસા કરીને નિર્વાહ કરવાથી માત્ર એક જીવની જ હિંસા થતી નથી, પરંતુ તે જીવના આશ્રયે રહેનારા તથા માંસ, રક્ત, ચરબી આદિમાં રહેનારા અથવા તેમાં ઉત્પન્ન થનારા અનેક ત્રસ તથા સ્થાવર જીવોની પણ હિંસા થાય છે, તેમજ માંસને પકવતાં અગ્નિ જીવોની અને તેને સંસ્કારિત કરતાં વનસ્પતિના જીવોની તથા ત્રસ જીવોની હિંસા થાય જ છે. તેથી પંચેન્દ્રિય જીવોનો વધ કરનાર પુરુષ ઘોર હિંસક, અનાર્ય તેમજ નરકગામી . તેઓ-સ્વપરનું અહિત કરે છે- તેઓ સમ્યગુજ્ઞાનથી રહિત છે. જો અલ્પ જીવોની હિંસા કરનાર અહિંસાનો આરાધક કહેવાય, તો મર્યાદિત હિંસા કરનાર ગૃહસ્થને પણ હિંસાદોષ રહિત માનવો પડશે, પરંતુ ગૃહસ્થો હિંસાદોષથી રહિત કહેવાતા નથી.
આ રીતે ઈર્યાસમિતિ યુક્ત, ગૌચરીના બેંતાળીસ દોષોથી રહિત ભિક્ષા ગ્રહણ કરનારા, જે મળે તેનાથી સંતોષપૂર્વક નિર્વાહ કરનારા, અહિંસા મહાવ્રતી ભિક્ષુઓ અહિંસાની પૂર્ણ આરાધના કરી શકે છે. ઉપસંહાર:
बुद्धस्स आणाए इमं समाहिं, अस्सि सुठिच्चा तिविहेण ताई । तरिउ समुद्द व महाभवोघं आयाणवं धम्ममुदाहरेज्जासि ॥त्ति बेमि॥
५५
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org