Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્યયન-૪: પ્રત્યાખ્યાન કિયા.
| ૧૨૭ |
પ્રશ્નકર્તાએ પુનઃ આ પ્રમાણે કહ્યું કે જે લોકો આ પ્રમાણે કહે છે કે જે પ્રાણી મન, વચન કે કાયા દ્વારા પાપકર્મ કરતા નથી, જે હિંસા કરતા નથી, જે મનરહિત અસંજ્ઞી છે, જેના મન-વચન-કાયા અને વાક્ય પ્રયોગ પાપકર્મના વિચારથી રહિત છે, જે જીવો અત્યંત અવ્યક્ત ચેતનાવાળા છે, તે જીવો પણ પાપકર્મનો બંધ કરે છે, આ પ્રકારનું કથન મિથ્યા છે. | ३ तत्थ पण्णवए चोयगं एवं वयासी- जं मए पुव्वं वुत्तं असंतएणं मणेणं पावएणं असंतियाए वईए पावियाए, असंतएणं काएणं पावएणं, अहणंतस्स, अमणक्खस्स, अवियारमण-वयण-काय-वक्कस्स, सुविणमवि अपस्सओ पावे कम्मे कज्जइ, तं सम्मं । कस्स णं तं हे? आयरिए आह- तत्थ खलु भगवया छज्जीवणिकायहेऊ पण्णत्ता, तं जहा- पुढविकाइया जाव तसकाइया । इच्चेएहिं छहिं जीवणिकाएहिं आया अप्पडिहयपच्चक्खायपावकम्मे णिच्चं पसढविओवायचित्तदंडे, तं जहापाणाइवाए जाव परिग्गहे, कोहे जाव मिच्छादसणसल्ले । શબ્દાર્થ:- સ = સમ્યક છે, યથાર્થ છે જીવવા દેવું = છ જવનિકાયને કારણે (કર્મબંધનું કારણ) પુસવોવાના ? = તીવ્રતાપૂર્વક પ્રાણીઓની ઘાતમાં ચિત્ત લગાવનાર, દુર્ભાવપૂર્વક પ્રાણીઓની ઘાતમાં ચિત્ત લગાવનાર(ભવ પરંપરાની અપેક્ષાએ). ભાવાર્થ :- ત્યારે ઉપદેશક આચાર્યે પ્રશ્નકર્તાને આ પ્રમાણે કહ્યું કે–જે મેં પહેલાં કહ્યું હતું કે મન પાપયુક્ત ન હોય, વચન પણ પાપયુક્ત ન હોય તથા કાયા પણ પાપયુક્ત ન હોય, તે જીવ કોઈ પ્રાણીની હિંસા કરતા ન હોય, મનોવિકલ હોય, ભલે તે મન, વચન, કાયા અને વાક્યનો વિચારપૂર્વક પ્રયોગ કરતા ન હોય અને સ્વપ્ન પણ ન જોતાં હોય અર્થાતુ અવ્યક્ત ચેતનાવાળા હોય, એવા જીવ પણ પાપકર્મ કરે છે, તે સત્ય છે. તેનું શું કારણ છે? સાંભળો.....
આચાર્યે કહ્યું– આવિષયમાં શ્રી તીર્થકર ભગવંતોએ પૃથ્વીકાય યાવતુત્રસકાય રૂપ ષજીવનિકાયને કર્મબંધના હેતુ રૂપ કહ્યા છે. આ જ પ્રકારના જીવનિકાયના જીવોની હિંસાથી ઉત્પન્ન થયેલા પાપને જે આત્માએ પ્રતિહત કર્યા નથી તથા ભાવી પાપને પ્રત્યાખ્યાન દ્વારા રોક્યા નથી, જે હંમેશાં તીવ્રતાપૂર્વક(ભવ પરંપરાએ) પ્રાણીઓની ઘાતમાં ચિત્તને જોડેલું રાખે છે, તે જીવોને દંડ આપે છે, પ્રાણાતિપાતથી લઈને પરિગ્રહ પર્યત તથા ક્રોધથી લઈને મિથ્યાદર્શનશલ્ય સુધીના પાપસ્થાનોથી નિવૃત્ત થતા નથી, તે જીવ કોઈ પણ અવસ્થામાં, અવશ્યમેવ પાપકર્મનો બંધ કરે છે, આ સત્ય છે. | ४ आयरिए आह- तत्थ खलु भगवया वहए दिटुंते पण्णत्ते-से जहाणामए वहए सिया गाहावइस्स वा गाहावइपुत्तस्स वा रण्णो वा रायपुरिसस्स वा खणं णिदाए पविसिस्सामि खणं लभ्रूण वहिस्सामि त्ति मणं संपहारेमाणे, से किं णु हु णाम से वहए तस्स वा गाहावइस्स, तस्स वागाहावइपुत्तस्स, तस्स वा रण्णो, तस्स वा रायपुरिसस्स, खणं णिदाए पविसिस्सामि खणं लभ्रूण वहिस्सामि त्ति मणं संपहारेमाणे दिया वा राओ वा सुत्ते वा जागरमाणे वा अमित्तभूए मिच्छासंठिए णिच्चं पसढविओवायचित्तदंडे भवइ ? एवं वियागरेमाणे समियाए वियागरे ? चोयए- हंता भवइ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org