Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
વાણી નથી. તે સ્વયં કોઈ પણ કાર્ય કરી શકતા નથી, બીજા પાસે કરાવી શકતા નથી કે કરનારની અનુમોદના પણ કરતા નથી. તોપણ તે અજ્ઞાની જીવ સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વોના દિવસે કે રાત્રે, સૂતા કે જાગતા (અમિત્ર) શત્રુ બનીને રહે છે, મિથ્યાભાવમાં– તે જીવોની સાથે દુર્ભાવમાં રહે છે, તેના પ્રતિ સદૈવ હિંસાત્મક ચિત્તવૃત્તિ રાખે છે. તે જીવ પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શનશલ્ય સુધીના અઢારે પાપમાં લિપ્ત રહે છે.
૧૩૨
આ જ રીતે અસંજ્ઞી જીવોને મન કે વચન ન હોવા છતાં પણ તે જીવો સમસ્ત પ્રાણીઓ, ભૂતો, જીવો અને સત્ત્વોને દુઃખ આપવા, શોક ઉત્પન્ન કરવા, વિલાપ કરાવવા, રડાવવા, પીડા આપવા, વધ કરવા તથા પરિતાપ આપવા અથવા તેને એક જ સાથે(સામુહિકરૂપે) દુઃખ, શોક, વિલાપ, રુદન, પીડન, સંતાપ, વધ-બંધન, પરિક્લેશ આદિ કરવાથી વિરત નથી. તે પ્રાણી અસંજ્ઞી હોવા છતાં પણ અહર્નિશ(દિવસ-રાત) પ્રાણાતિપાતમાં પ્રવૃત્ત કહેવાય છે તથા મૃષાવાદથી લઈને પરિગ્રહ સુધીના તથા મિથ્યાદર્શનશલ્ય સુધીના સમસ્ત પાપસ્થાનોમાં પ્રવૃત્ત કહેવાય છે.
१० सव्वजोया व खलु सत्ता सण्णिणो हुच्चा असण्णिणो होंति, असण्णिणो हुच्चा सण्णिणो होंति, होच्चा सण्णी अदुवा असण्णी । तत्थ से अविविचित्ता अविधूणिया असमुच्छिया अणणुताविया असण्णिकायाओ सण्णिकायं संकमंति, सणिकायाओ वा असण्णिकायं संकमंति, सण्णिकायाओ वा सण्णिकायं संकमंति, असण्णिकायाओ वा असण्णकायं संकमंति ।
जे एए सण्णी वा असण्णी वा सव्वे ते मिच्छायारा णिच्चं पसढविओवायचित्तदंडा, तं जहा- पाणाइवाए जाव मिच्छादंसणसल्ले । एवं खलु भगवया अक्खा - असंजए अविरए अप्पडिहयपच्चक्खायपावकम्मे सकिरिए असंवुडे एगंतदंडे एगंतबाले एतत्ते । से बाले अवियार-मण-वयण काय वक्के, सुविणमवि ण पासइ, पावे य से कम्मे कज्जइ ।
શબ્દાર્થ:- અવિવિવિત્તા - કર્મોને પોતાનાથી અલગ કર્યા વિના અવિધૂળિયા = ખંખેર્યા વિના અસમુ∞િયા = છેધા વિના ગળણુતાવિયા = પશ્ચાત્તાપ કર્યા વિના સંમંતિ = સંક્રમણ કરે છે. ભાવાર્થ :- સર્વ યોનિઓના પ્રાણી નિશ્ચિતરૂપે સંશી થઈને અસંશી પર્યાયમાં ઉત્પન્ન થાય છે તથા અસંજ્ઞી થઈને ફરી સંજ્ઞી પર્યાયમાં ઉત્પન્ન થાય છે. સંજ્ઞી કે અસંજ્ઞી પર્યાયને પ્રાપ્ત કરીને જે જીવો પાપકર્મોને પોતાનાથી પૃથક્ કરતા નથી, તપસ્યાદિથી પ્રક્ષાલન કરતા નથી, તેનો નાશ—નિર્જરા કરતા નથી, આલોચનાદિ દ્વારા તેનો પ્રશ્ચાતાપ કરતા નથી, તે જીવો (૧) અસંજ્ઞી પર્યાયથી સંજ્ઞી પર્યાયમાં, (૨) સંજ્ઞી પર્યાયથી અસંજ્ઞી પર્યાયમાં, (૩) સંજ્ઞી પર્યાયથી સંજ્ઞી પર્યાયમાં અને (૪) અસંજ્ઞી પર્યાયથી અસંજ્ઞી પર્યાયમાં સંક્રમણ કરે છે.
જે આ સંજ્ઞી અથવા અસંશી પ્રાણીઓ છે, તે બધા મિથ્યાચારી અને સદૈવ શઠતાપૂર્ણ હિંસાત્મક ચિત્તવૃત્તિ ધારણ કરે છે. તે પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શન શલ્ય સુધી અઢારે ય પાપસ્થાનોનું સેવન કરે છે, તેથી જ ભગવાન મહાવીરે તે જીવોને અસંયત, અવિરત, પાપ કર્મોનો નાશ અને પ્રત્યાખ્યાન ન કરનારા, અશુભક્રિયાયુક્ત, સંવરરહિત, એકાંત હિંસક, એકાંત અજ્ઞાની અને એકાંત ભાવનિદ્રામાં સુપ્ત કહ્યા છે. તે અજ્ઞાની—અપ્રત્યાખ્યાની જીવ મન, વચન, કાયા અને વાક્યનો પ્રયોગ વિચારપૂર્વક કરતા ન હોય
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org