Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-s: આદ્રીય .
૧૫૭ ]
છડું અધ્યયન : આદ્રકીય
66666666666666666666666 આદ્રકમુનિ અને ગોશાલક:
पुराकडं अद्द ! इमं सुणेह, एगंतयारी समणे पुरासी ।
से भिक्खुणो उवणेत्ता अणेगे, आइक्ख इण्डिं पुढो वित्थरेणं ॥ શબ્દાર્થ –પુર૪= પૂર્વે જે આચરણ કર્યુ હતું. મદ્ ! = હે આદ્રકતિયારી = એકલા વિચરણ કરનારા પુરાણી = પહેલાં હતા ૩ વોરા = અનેક મુનિઓને એકત્રિત કરીને વિસ્થ = વિસ્તારથી બાહુ = ઉપદેશ આપે છે. ભાવાર્થ :- (ગોશાલકે આદ્રકમુનિને કહ્યું–) હે આદ્રક ! મહાવીર સ્વામીએ પહેલાં જે આચરણ કર્યું હતું, તે મારી પાસેથી સાંભળો. પહેલાં તેઓ એકાંત નિર્જન પ્રદેશમાં એકાકીપણે વિચરણ કરતા હતા. હવે તેઓ અનેક ભિક્ષુઓને એકઠા કરીને અથવા પોતાની સાથે રાખીને વિસ્તાર પૂર્વક જુદો જુદો ધર્મોપદેશ આપે છે.
आजीविया पट्टवियाथिरेणं, समागओ गणओ भिक्खु मज्झे ।
आइक्खमाणो बहुजण्णमत्थं, ण संधयाइ अवरेण पुव्वं ॥२॥ શબ્દાર્થ :- આળાવિયા = આજીવિકા Êવિયા = સ્થાપિત કરી છે થM = અસ્થિર ચિત્તવાળા વહુના મલ્થ = ઘણા લોકોના હિતને માટે જ સંથથા = અનુસંધાન થતું નથી એવરેજ = વર્તમાનનો વ્યવહાર પુત્રં = પૂર્વના વ્યવહારનું. ભાવાર્થ :- હે આદ્રક! તે અસ્થિર–ચંચળ ચિત્તવાળા મહાવીરે તો પોતાની આજીવિકા સ્થાપિત કરી લીધી છે. તે સભામાં જઈને અનેક ભિક્ષુઓની વચ્ચે બેસીને ઘણાં લોકોના હિતને માટે ધર્મોપદેશ આપે છે, આ તેમનો વર્તમાન વ્યવહાર અને પૂર્વ વ્યવહારનું અનુસંધાન થતું નથી અર્થાતુ પહેલાંનો અને અત્યારનો વ્યવહાર પરસ્પર વિરુદ્ધ છે.
एगंतमेव अदुवा वि इण्हि, दो वण्णमण्णं ण समेति जम्हा ।
पुव्वि च इहि च अणागय च, एगतमेव पडिसंधयाइ ॥३॥ ભાવાર્થ :- હે આદ્રક ! આ રીતે મહાવીરસ્વામીનો શું ભૂતકાલીન એકાકી વિચરણરૂપ વ્યવહાર સારો છે કે વર્તમાન કાલીન અનેક લોકો સાથે રહેવા રૂપ વ્યવહાર પણ સારો છે? પરંતુ આ બંને ય પરસ્પર વિરુદ્ધ વ્યવહાર હોવાથી, આ બંને સારા છે, તેમ અનુસંધાન થતું નથી.
ગોશાલકના આક્ષેપનું આદ્રકમુનિએ આ પ્રમાણે સમાધાન કર્યું કે હે ગોશાલક ! શ્રમણ ભગવાનું મહાવીર સ્વામી પૂર્વકાળમાં, વર્તમાન કાળમાં અને ભવિષ્યમાં એકત્વનું જ અનુભવ કરે છે, તેથી તેમના ભૂતકાલીન અને વર્તમાન કાલીન આચરણમાં પરસ્પર વિરોધ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org