Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્યયન-૪: પ્રત્યાખ્યાન ક્રિયા
[ ૧૨૫ ]
:- પ્રસ્તુત પ્રસંગમાં સૂત્રકારે અપ્રત્યાખ્યાની જીવનું સ્વરૂપ સમજાવવા માટે જ “જીવ'ને બદલે આત્મા’ શબ્દનો પ્રયોગ કર્યો છે.
જૈન દર્શનની દષ્ટિએ આત્મા પરિણામી(પરિણમનશીલ) અને નિત્ય છે. તેના મૂળભૂત સ્વરૂપમાં સદાય એક સમાનતા જ હોવા છતાં તેની અવસ્થાઓમાં–પર્યાયોમાં સતત પરિવર્તન થયા જ કરે છે.
જો આત્માને એકાંતે ક્ષણિક માનીએ કે કૂટસ્થ નિત્ય માનીએ તો તેમાં પ્રત્યાખ્યાન-અપ્રત્યાખ્યાન આદિ કોઈ પણ પ્રકારનું પરિવર્તન શક્ય નથી. આત્મા પર્યાયોની અપેક્ષાએ પરિણામી અને દ્રવ્યની અપેક્ષાએ નિત્ય હોવાથી જ તેમાં પર્યાયોનું પરિવર્તન થાય છે અને તેથી જ અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાન આદિ સર્વ અવસ્થાઓ સંભવે છે. અપનહાળી :- અપ્રત્યાખ્યાની. જેણે પાપકર્મનો ત્યાગ ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો નથી, તે અપ્રત્યાખ્યાની કહેવાય છે. અનાદિકાલથી આત્મા મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને અશુભયોગથી યુક્ત હોવાથી પાપનો પ્રવાહ સતત આવી રહ્યો છે. જ્યાં સુધી જીવ પાપપ્રવાહને રોકવા માટે સમજણ પૂર્વક પાપસ્થાનના ત્યાગનો સંકલ્પ ન કરે, ત્યાં સુધી તે અપ્રત્યાખ્યાની જ કહેવાય છે.
અપ્રત્યાખ્યાનીપણું તે જીવની અનાદિકાલીન અશુદ્ધ અવસ્થા છે. જીવ જ્યારે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને પાપસ્થાનના ત્યાગ માટે પુરુષાર્થશીલ બને ત્યારે જ તે પ્રત્યાખ્યાની થઈ શકે છે.
અપ્રત્યાખ્યાની જીવના સ્પષ્ટીકરણ માટે સુત્રકારે અન્ય વિશેષણોનો પ્રયોગ કર્યો છે. વિરિયા - અક્રિયાકુશળ. પ્રસ્તુતમાં શુભ ક્રિયા, શુભ અનુષ્ઠાનોને ક્રિયા કહી છે. શુભક્રિયામાં કુશળ હોય, તે ક્રિયાકુશળ કહેવાય છે અને જે શુભક્રિયામાં કુશળ નથી તે અક્રિયાકુશળ છે. અપ્રત્યાખ્યાની જીવ વ્રત પચ્ચકખાણથી રહિત હોવાથી અક્રિયાકુશળ હોય છે. મિચ્છાવિર :- મિથ્યા ભાવમાં સંસ્થિત. મિથ્યાત્વના ઉદયથી તે જીવ વિપરીત વિચાર ધારામાં જ સ્થિત હોય છે. grid :- તે સ્વયં કર્મરૂપ દંડથી દંડિત છે અથવા અન્ય પ્રાણીઓને દંડ દેનારા હોય છે. તે જીવોમાં જીવદયાના પરિણામ ન હોવાથી અન્ય જીવોને ત્રાસિત કરવામાં જ તેનું ચિત્ત સંલગ્ન હોય છે. તે જ રીતે તે પોતાના આત્માને પણ દંડિત કરનાર હોય છે. પsia Rાને - એકાંતે બાલ. તે જીવ બાળકની જેમ આત્માના હિતાહિતના વિવેક રહિત હોવાથી બાલ અર્થાત્ અજ્ઞાની છે. પતિ કુત્તે :- એકાંતે સુપ્ત. તે જીવ મિથ્યા ભાવોથી ગ્રસિત હોવાથી દ્રવ્યથી જાગૃત હોવા છતાં ભાવ નિદ્રામાં સુપ્ત હોય છે.
વીરમાવાવ :- જે જીવ પાપ-પુણ્યનો વિચાર કર્યા વિના જ મન, વચન, કાયાની પ્રવૃત્તિ તથા વાક્ય પ્રયોગ કરે છે. “વાક્ય પ્રયોગ” આ શબ્દ દ્વારા સૂત્રકાર જીવના કર્મબંધમાં વાક્ય પ્રયોગની પ્રધાનતાને સૂચિત કરે છે.
ઉપરોક્ત વિશેષણોથી યુક્ત જીવને પાપકર્મના આવતા પ્રવાહને રોકવાની, પાપનો ત્યાગ કરવાની ઇચ્છા થતી જ નથી, તે જીવ અપ્રત્યાખ્યાની કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org