Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્યયન-૨: ક્રિયાસ્થાન
[
પ
]
બનીને, (૮) વાગરિક–પારધી અથવા શિકારી બનીને, (૯) શકુનિક–પક્ષીઓને જાળમાં ફસાવનારા બનીને (૧૦) મચ્છિક–માચ્છીમાર બનીને, (૧૧) ગોવાળ બનીને, (૧૨) ગોઘાતક–કસાઈ બનીને, (૧૩) શ્વાનપાલક- કૂતરાને પાળનારા બનીને, (૧૪) શૌનાન્તિક-શિકારી કૂતરા પાસે પશુઓનો શિકાર કરાવી તેનો અંત લાવનારા બનીને વિવિધ પ્રકારે પાપની પ્રવૃત્તિ કરે છે. २१ से एगइओ अणुगामियभावं पंडिसंधाय तमेव अणुगामियाणुगमियं हंता छेत्ता भेत्ता लुंपइत्ता विलुपइत्ता उद्दवइत्ता आहारं आहारेइ, इति से महया पावेहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ । શબ્દાર્થ - અબ = પોતાની જાતને સવવફા = પ્રખ્યાત, પ્રસિદ્ધ. ભાવાર્થ :- કોઈ પાપી બીજે ગામ જતા કોઈ ધનિક પાસે ધન છે તે જાણીને તેનો પીછો કરવાના ઇરાદાથી, સાથે ચાલવાની અનુકૂળતા સમજાવીને તેની પાછળ-પાછળ ચાલે છે અને તક મળતાં તેને હનન-દંડા વગેરેથી મારે છે, છેદન-તલવાર વગેરેથી તેના હાથ પગ કાપી નાંખે છે, ભેદન–મુક્કાદિના પ્રહારોથી તેના અંગોપાંગનું ભેદન કરે છે, લંપન–વાળ ખેંચીને વિડંબના કરે છે, વિલેપન–ચાબુકાદિના પ્રહારોથી વિશેષ પીડિત કરે છે, ઉપદ્રવ–મારી નાંખવાની ધમકી આપે છે અથવા મારી નાખે છે અને તેનું ધન લૂંટીને પોતાની આજીવિકા ચલાવે છે. આ રીતે મહાપાપી જીવ દૂર પાપકર્મોથી પોતાની જાતને જગતમાં મહાપાપી રૂપે કુખ્યાત કરે છે. २२ से एगइओ उवचरगभावं पडिसंधाय तमेव उवचरिय-उवचरिय हंता छेत्ता भेत्ता लुंपइत्ता विलुंपइत्ता उद्दवइत्ता आहारं आहारेइ, इति से महया पावेहिं कम्मेहिं अत्ताण उवक्खाइत्ता भवइ । ભાવાર્થ :- કોઈ પાપી પુરુષ કોઈ ધનવાનની અનુચરવૃત્તિ કે સેવકવૃત્તિનો સ્વીકાર કરીને તેને વિશ્વાસમાં લઈને તેનું હનન, છેદન, ભેદન, લેપન, વિલેપન અને ઉપદ્રવ કરીને તેને મારી નાંખીને તેનું ધન લૂંટીને પોતાની આજીવિકા ચલાવે છે. આ રીતે મહાપાપી જીવ દૂર પાપકર્મોથી પોતાની જાતને મહાપાપી રૂપે જગતમાં કુખ્યાત કરે છે. २३ से एगइओ पाडिपहियभावं पडिसंधाय तमेव पडिपहे ठिच्चा हंता छेत्ता भेत्ता लुंपइत्ता विलुंपइत्ता उद्दवइत्ता आहारं आहारेइ, इति से महया पावेहि कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ । ભાવાર્થ :- કોઈ પાપી જીવ કોઈ ધનિક પથિકને સામેથી આવતાં જોઈને પથિકને લૂંટવાની વૃત્તિથી તેની સામે ચાલીને પથિકનો માર્ગ રોકીને દગાથી તેનું હનન, છેદન, ભેદન, લેપન, વિલેપન અને ઉપદ્રવ કરીને તેને મારી નાંખીને તેનું ધન લૂંટીને પોતાની આજીવિકા ચલાવે છે. આ રીતે મહાપાપી જીવ દૂર પાપકર્મોથી પોતાની જાતને મહાપાપી રૂપે જગતમાં કુખ્યાત કરે છે. २४ से एगइओ संधिच्छेदगभावं पडिसंधाय तमेव संधि छेत्ता भेत्ता जाव इति से महया पावेहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org