Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૨: ફિયાસ્થાન
૮૯ ]
જ્ઞાતા; પુણ્ય-પાપના ભેદોને સારી રીતે જાણનારા; આશ્રવ, સંવર, વેદના, નિર્જરા, ક્રિયા, અધિકરણ, બંધ અને મોક્ષ તત્ત્વમાં હેય-ઉપાદેયનો વિવેક કરવામાં કુશળ હોય છે; બીજાની સહાયતાને ન ઇચ્છનારા; દેવ, અસુર, નાગ, સુવર્ણ, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, ગરુડ, ગંધર્વ, મહોરગ આદિ દેવો દ્વારા નિગ્રંથ પ્રવચનથી ચલિત ન થનારા, નિગ્રંથ પ્રવચનમાં શંકારહિત, આત્મોત્થાન સિવાય અન્ય આકાંક્ષાથી રહિત; ધર્મકરણીના ફળમાં સંદેહ રહિત; ધર્મના યથાર્થ તત્ત્વને પ્રાપ્ત, તત્ત્વના જ્ઞાતા, પ્રશ્નો પૂછીને તેમાં સ્થિર થયેલા, ધર્મને આત્મસાત્ કરનારા, ધર્મને સારી રીતે સમજેલા તથા તેમના અસ્થિમજ્જા ધર્મના અનુરાગથી ભરેલા હોય છે.
હે આયુષ્યમાન ! તેમને વિશ્વાસ હોય છે કે આ નિગ્રંથ પ્રવચન જ અર્થભૂત અર્થાત્ પ્રયોજનભૂત છે, તે જ પરમ અર્થ-મોક્ષદાયક છે, તેના સિવાય બીજા સર્વ પદાર્થો આત્મ કલ્યાણમાં અપ્રયોજનભૂત છે. તેઓ સ્ફટિક સમાન સ્વચ્છ તથા નિર્મળ હૃદયવાળા હોય છે, તેઓ ઘરના દ્વારનો આગળીઓ ઊંચો રાખે છે અર્થાત્ તેમના દરવાજા ભિક્ષુકો, યાચકો કે અતિથિઓ માટે હંમેશાં ખુલ્લા રહે છે; અંતઃપુરમાં અને બીજાના ઘરોમાં પણ તેમનો પ્રવેશ પ્રતીતિકારી હોય છે; તેઓ ચૌદસ, અષ્ટમી, અમાસ તથા પૂર્ણિમા આદિ પર્વતિથિઓમાં પ્રતિપૂર્ણ પૌષધોપવાસનું સમ્યક પ્રકારે પાલન કરતાં તથા શ્રમણ નિગ્રંથોને પ્રાસુક એષણીય અશન, પાન, ખાધ, સ્વાધ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રીંછન, ઔષધ, ભૈષજ, પીઠ, ફલક, શય્યા-સંસ્મારક, તૃણ (ઘાસ) આદિ દ્વારા પ્રતિલાભિત કરતાં અને પોતાની યોગ્યતા અનુસાર ઘણા શીલવ્રત (શિક્ષાવ્રત), ગુણવ્રત અને વિરમણવ્રત(અણુવ્રત, તપ, ત્યાગ, નિયમ અને પૌષધોપવાસનું પાલન કરતાં પોતાનું જીવન વ્યતીત કરે છે.
६२ ते णं एयारूवेणं विहारेणं विहरमाणा बहूई वासाई समणोवासगपरियागं पाउणंति, पाउणित्ता आबाहसि उप्पण्णंसि वा अणुप्पण्णंसि वा बहूई भत्ताई पच्चक्खाइंति, बहूई भत्ताई पच्चक्खाइत्ता बहूई भत्ताई अणसणाए छेदेंति, बहूई भत्ताइ अणसणाए छेदित्ता आलोइयपडिक्कता समाहिपत्ता कालमासे कालं किच्चा अण्णयरेस देवलोएस देवत्ताए उववत्तारो भवति, तं जहा- महिडिएस महज्जइएस जाव महासोक्खेसु । सेसं तहेव जाव एस ठाणे आरिए जाव एगंतसम्मे साहू । तच्चस्स ठाणस्स मीसगस्स विभंगे एवमाहिए । ભાવાર્થ :- તેઓ આ પ્રકારના આચરણપૂર્વક જીવન વ્યતીત કરતાં ઘણાં વર્ષો સુધી શ્રમણોપાસક પર્યાયનું પાલન કરે છે. આ રીતે શ્રાવકવ્રતની આરાધના કરતાં રોગાદિ કોઈ વિઘ્ન ઉત્પન્ન થાય કે ન થાય તો પણ ઘણા દિવસો સુધી આહારનો ત્યાગ કરે છે, અનેક દિવસો સુધી આહાર ત્યાગ કરીને, અંતે ભક્ત પ્રત્યાખ્યાન (અનશન) ગ્રહણ કરે છે. અનશન (સંથારા)ને પૂર્ણતઃ સિદ્ધ કરીને આલોચના-પ્રતિક્રમણ સહિત સમાધિપૂર્વક મૃત્યુના સમયે મૃત્યુ પામીને કોઈ એક દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. તે ત્યાં મહાદ્ધિ, મહાવ્રુતિ, મહાબળ, મહાયશ અને મહાસુખ સંપન્ન દેવ થાય છે. શેષ કથન પૂર્વપાઠ અનુસાર જાણવું. આ રીતે આ સ્થાન આર્ય પુરુષો દ્વારા આચરણીય, એકાંત સમ્યક અને શ્રેષ્ઠ છે.
આ ત્રીજા સ્થાન રૂપ મિશ્ર પક્ષ એટલે શ્રાવક જીવનની વિચારણા છે. ६३ अविरई पडुच्च बाले आहिज्जइ विरई पडुच्च पंडिए आहिज्जइ, विरयाविरई पडुच्च बालपडिए आहिज्जइ, तत्थ णं जा सा सव्वओ अविरई एस ठाणे आरंभट्ठाणे
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org