Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૨: ફિયાસ્થાન,
बहूणं दुक्खदोमणस्साणं आभागिणो भविस्संति, अणाइयं च णं अणवदग्गं दीहमद्धं चाउरंतसंसारकतारं भुज्जो-भुज्जो अणुपरियट्टिस्संति ते णो सिज्झिस्संति णो बुझिस्संति जाव णो सव्वदुक्खाणं अंतं करिस्संति । [एस तुला, एस पमाणे, एस समोसरणे, पत्तेयं तुला, पत्तेयं पमाणे, पत्तेयं समोसरणे ।] શબ્દાર્થ-આગાફરીના ભવિષ્યમાં થનારા જન્મ, જરા, મરણ નોળિગમ્મસંસાર યોનિ, જન્મ, સંસારપુoભવ=પુનર્ભવ વાસગર્ભવાસમવારંવ-ભવપ્રપંચમાં નં ખાવમાવોવ્યાકુળણિયસંવાલાઇ=અપ્રિયસંવાસ, અપ્રિયવ્યક્તિ સાથેનિવાસપિવિખ્યો =પ્રિયવ્યક્તિનો વિયોગરીમદ્ધ-દીર્ઘમાર્ગવાળા વીરરંત સંસારતારં ચાર ગતિરૂપી સંસારવનમાં. ભાવાર્થ - વાસ્તવમાં અહિંસા ધર્મ જ સિદ્ધ હોવા છતાં પણ જે શ્રમણો અને બ્રાહ્મણો આ પ્રમાણે કહે છે થાવત્ પ્રરૂપણા કરે છે કે સમસ્ત પ્રાણીઓ, ભૂતો, જીવો અને સત્ત્વોનું હનન કરવું જોઈએ, તેના પર આજ્ઞા ચલાવવી જોઈએ, તેમને દાસ-દાસીના રૂપમાં રાખવાં જોઈએ, તેમને પરિતાપ તથા કલેશ આપવો જોઈએ, તેમને ભયભીત કરવા જોઈએ. આ પ્રમાણે પ્રરૂપણા કરનારા તે શ્રમણો, બ્રાહ્મણો આદિ ભવિષ્યમાં પોતાના શરીરના છેદન-ભેદન આદિ પીડાઓના ભાગી (ભોગવનાર) બને છે. ભવિષ્યમાં જન્મ, જરા, મરણ, વિવિધ યોનિઓમાં ઉત્પત્તિ, સંસારમાં પુનર્જન્મ, ગર્ભવાસ અને સાંસારિક પ્રપંચમાં વ્યાકુળ થાય છે. તે ઘોર દંડ મુંડન, તર્જન, તાડન, અંદુબંધન-પગને સાંકળથી બાંધવા, ઘોલન-દધિમંથનની જેમ શરીરના મંથન વગેરે દુઃખના ભાગી થાય છે. તેને માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર, પુત્રી, પુત્રવધૂ આદિ પ્રિયજનોના મરણના દુઃખને ભોગવવું પડે છે. તે દરિદ્રતા, દુર્ભાગ્ય, અપ્રિય વ્યક્તિ સાથે નિવાસ, પ્રિયવિયોગ તથા ઘણાં દુઃખ અને વૈમનસ્યના ભાગી થાય છે. તે અનાદિ અનંત તથા દીર્ઘકાલિક ચાતુર્ગતિક સંસાર રૂપ ઘોર જંગલમાં વારંવાર પરિભ્રમણ કરે છે. તે સિદ્ધિ(મુક્તિ) પ્રાપ્ત કરી શકતા નથી. બોધને પ્રાપ્ત કરી શકતા નથી યાવતુ સર્વ દુઃખોનો અંત કરી શકતા નથી. આ કથન સર્વ જીવોને માટે સમાન છે, આ પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી સિદ્ધ છે, સમસ્ત આગમોના સારભૂત છે. આ સિદ્ધાંત પ્રત્યેક પ્રાણી માટે સમાન છે, પ્રત્યેક પ્રાણીને માટે પ્રમાણ સિદ્ધ છે તથા ધર્મના સારભૂત વિચાર છે. ६७ तत्थ णं जे ते समण-माहणा एवं आइक्खंति जाव परूवेति- सव्वे पाणा सव्वे भूया सव्वे जीवा सव्वे सत्ता ण हंतव्वा ण अज्जावेयव्वा ण परिघेत्तव्वा ण परितावेयव्वा ण उद्दवेयव्वा, ते णो आगंतु छेयाए, ते णो आगंतु भेयाए, ते णो आगंतु जाइ-जरामरण-जोणिजम्मण-संसार-पुणब्भव-गब्भवास-भवपवंचकलंकली-भावभागिणो भविस्संति, ते णो बहूणं दंडणाणं जाव णो बहूणं दुक्खदोमणसाणं आभागिणो भविस्संति, अणाइयं च णं अणवदग्गं दीहमद्धं चाउरतं संसारकंतारं भुज्जो-भुज्जो णो अणुपरियट्टिस्संति, ते सिज्झिस्संति जाव सव्वदुक्खाणं अंतं करिस्संति । ભાવાર્થ:- જે શ્રમણો અને માહણો આ પ્રમાણે કહે છે કે સમસ્ત પ્રાણીઓ, ભૂતો, જીવો અને સત્ત્વોને મારવાં ન જોઈએ, તેમને આજ્ઞામાં રાખવા ન જોઈએ, દાસ-દાસીના રૂપમાં પકડીને ગુલામ બનાવવાં ન જોઈએ, ડરાવવાં-ધમકાવવાં કે ભયભીત કરવાં ન જોઈએ; આ પ્રમાણે પ્રરૂપણા કરનારા તે મહાત્મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org