Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૩: આહાર પરિક્ષા ,
[ ૧૦૭ ]
થાય છે. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. ત્યાર પછી તે જીવો પૃથ્વી આદિ કોઈ પણ જીવોના શરીરનો આહાર ગ્રહણ કરીને પોતાના શરીરને પુષ્ટ કરે છે. પૃથ્વીયોનિક કુહણાદિનો આહાર:११ अहावरं पुरक्खायं- इहेगइया सत्ता पुढविजोणिया पुढविसंभवा जाव कम्मणियाणेणं तत्थवक्कमा णाणाविहजोणियासु पुढवीसु आयत्ताए वायत्ताए कायत्ताए कुहणत्ताए कंदुकत्ताए उव्वेहणियत्ताए णिव्वेहणियत्ताए सच्छत्ताए छत्तगत्ताए वासाणियत्ताए कूरत्ताए विउम॒ति । ते जीवा तेसिं णाणाविहजोणियाणं पुढवीणं सिणेहमाहारैति, ते जीवा आहारंति पुढविसरीरं जाव संत, अवरे वि य णं तेसिं पुढविजोणियाणं आयाण जाव कूराण सरीरा णाणावण्णा जाव मक्खायं । एक्को चेव आलावगो, सेसा तिण्णि णत्थि ।। શબ્દાર્થ:- સત્તા = આય નામની વનસ્પતિમાં ૩ળેëયત્તા = ઉપેહણી નામની વનસ્પતિમાં. ભાવાર્થ :- શ્રી તીર્થંકરદેવે વનસ્પતિકાયના સંબંધમાં અન્ય પણ કથન કર્યું છે કે આ વનસ્પતિકાયિક જીવોમાંથી કેટલાક જીવો પૃથ્વીયોનિક હોય છે, તે પૃથ્વીથી ઉત્પન્ન થાય છે, પૃથ્વી પર જ રહે છે અને તેના પર વૃદ્ધિ પામે છે. તે પૃથ્વીયોનિક વનસ્પતિના જીવો સ્વકર્મોદયવશ, કર્મના ઉદયથી જ ત્યાં આવીને ઉત્પન્ન થાય છે. તે વિવિધ જાતિવાળી પૃથ્વીઓ પર આય, વાય, કાય, કુહણા, કંદુક, ઉપેહણી, નિર્વેહણી, સછત્રક, છત્રક, વાસાની અને કૂર નામની વનસ્પતિ રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો વિવિધ યોનિઓવાળી પૃથ્વીની સ્નિગ્ધતાનો આહાર કરે છે, તે ઉપરાંત ક્રમશઃ વૃદ્ધિ પામતા તે જીવો પૃથ્વીકાય આદિ છએ કાયના જીવોના શરીરનો આહાર કરે છે. પહેલા તેનો રસ ખેંચીને તેને અચેત કરે છે, પછી તેને પોતાના રૂપમાં પરિણત કરે છે. તે પૃથ્વીયોનિક (વિવિધ પૃથ્વીઓથી ઉત્પન્ન) આય નામની વનસ્પતિથી લઈને કૂર વનસ્પતિ સુધીના જીવોના વિભિન્ન વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આકાર-પ્રકારવાળા તથા વિવિધ મુદ્દગલોથી રચિત બીજા શરીરો પણ હોય છે. તે જીવો પોત-પોતાના કર્મના ઉદયથી જ જન્મ ધારણ કરે છે. આ પ્રમાણે શ્રી તીર્થકરોએ કહ્યું છે. આ જીવોનો એક જ આલાપક છે, શેષ ત્રણ આલાપક નથી. વિવેચન :
પૃથ્વીયોનિક આય, વાય, કુહણક આદિ વનસ્પતિ સર્વ પ્રથમ પૃથ્વીનો આહાર કરે છે. તે વનસ્પતિના આશ્રયે કોઈ વનસ્પતિ જીવ ઉત્પન્ન થતા ન હોવાથી તેનો એક જ આલાપક છે.
સુત્રોક્ત વનસ્પતિના નામો અપરિચિત છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં પણ વનસ્પતિના આવા પ્રકારના નામો પ્રાપ્ત થાય છે. ઉદકયોનિક વૃક્ષનો આહાર:१२ अहावरं पुरक्खायं- इहेगइया सत्ता उदगजोणिया उदगसंभवा जाव कम्म णियाणेणं तत्थवक्कमा णाणाविहजोणिएसु उदएसु रुक्खत्ताए विउद्भृति, ते जीवा तेसिं णाणाविहजोणियाणं उदगाणं सिणेहमाहारैति, ते जीवा आहारैति पुढविसरीरं जाव संतं, अवरे वि य णं तेसिं उदगजोणियाणं रुक्खाणं सरीरा णाणावण्णा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org