Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૯૦ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ) |
अणारिए जाव असव्वदुक्खप्पहीणमग्गे एगंतमिच्छे असाहू, तत्थ णं जा सा सव्वओ विरई एस ठाणे अणारंभट्ठाणे, एस ठाणे आरिए जाव सव्वदुक्ख-प्पहीणममग्गे एगंतसम्मे साहू । तत्थ णं जा सा सव्वओ विरया-विरई एस ठाणे आरंभाणारंभट्ठाणे, एस ठाणे आरिए जाव सव्वदुक्खप्पहीणमग्गे एगंतसम्मे साहू । ભાવાર્થ:- આ ત્રણે સ્થાનવાળા જીવો ક્રમશઃ અવિરતિની અપેક્ષાએ બાલ, વિરતિની અપેક્ષાએ પંડિત અને વિરતા-વિરતિની અપેક્ષાએ બાલપંડિત કહેવાય છે.
(૧) આ ત્રણે સ્થાનોમાંથી જે સમસ્ત પાપથી અવિરત સ્થાન છે, તે આરંભસ્થાન છે, તે આર્ય પુરુષો દ્વારા અનાચરણીય યાવતુ સમસ્ત દુઃખોનો નાશ ન કરનાર એકાંત મિથ્યા અને ખરાબ છે. (૨) જે સર્વ પાપથી વિરત સ્થાન છે, તે અનારંભ સ્થાન છે, તે આર્ય પુરુષો દ્વારા આચરણીય યાવત સમસ્ત દુઃખોનું નાશક, એકાંત સમ્યક અને ઉત્તમ છે. (૩) જે સર્વ પાપસ્થાનોમાં એક અંશે વિરત અને એક અંશે અવિરત સ્થાન છે, તે આરંભ-અનારંભ સ્થાન છે, સર્વદુઃખનો નાશ કરનાર, એકાંત સમ્યક અને ઉત્તમ સ્થાન છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં ત્રીજા સ્થાન રૂ૫ મિશ્ર પક્ષને પ્રાપ્ત શ્રમણોપાસકોના જીવનનું નિરૂપણ છે અને ઉપસંહાર રૂપે ત્રણે સ્થાનમાં તફાવત પ્રગટ કર્યો છે.
શ્રમણોપાસકો સામાન્ય રીતે ધાર્મિક અને ધર્મનિષ્ઠ હોવાની સાથે અલ્પારંભી, અલ્પપરિગ્રહી, અલ્પ ઇચ્છાવાળા તથા એક દેશથી પ્રાણાતિપાત આદિ પાપથી વિરત હોય છે. તે શ્રમણોપાસકો જીવાદિ તત્ત્વોના જ્ઞાતા, વગેરે સૂત્રોક્ત અનેક ગુણોથી સંપન્ન હોય છે. સંક્ષેપમાં તે નિગ્રંથ પ્રવચન પ્રતિ દઢ શ્રદ્ધાળુ અને ધર્મ સિદ્ધાંતોના સમ્યજ્ઞાતા અને તે સરળ, સ્વચ્છ તથા ઉદાર હૃદયવાળા હોય છે.
તે શ્રમણોપાસકો પર્વતિથિઓમાં પરિપૂર્ણ પષધોપવાસ કરે છે, યથાશક્તિ વ્રત, નિયમ, ત્યાગ, તપ, પ્રત્યાખ્યાન આદિ અંગીકાર કરે છે, શ્રમણોને યોગ્ય એષણીય પદાર્થનું શુદ્ધ ભાવે દાન આપે છે. ચિરકાળ સુધી શ્રાવકવૃત્તિમાં જીવન વ્યતીત કરીને અંતિમ સમયમાં સંલેખનાપૂર્વક અનશન કરે છે, આલોચના, પ્રતિક્રમણ કરીને સમાધિપૂર્વક મૃત્યુનો અવસર આવે ત્યારે શરીરનો(ત્યાગ) કરે છે. પરિણામ:- તે વિશિષ્ટ ઋદ્ધિ, ધુતિ આદિથી સંપન્ન દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે.
સંક્ષેપમાં (૧) જે પાપસ્થાનથી અવિરત છે તે બાલ જીવોનું આરંભયુક્ત જીવન અધર્મસ્થાન છે, તે આર્ય પુરુષો દ્વારા આચરણીય નથી. (૨) જે પાપસ્થાનથી સર્વથા વિરત છે, તે પંડિત જીવોનું આરંભ રહિત જીવન ધર્મસ્થાન છે, તે આર્ય પુરુષો દ્વારા આચરણીય છે. (૩) જે પાપસ્થાનથી એક દેશથી વિરત અને એક દેશથી અવિરત છે તે બાલપંડિત જીવોનું આરંભ–અનારંભયુક્ત ધર્માધર્મ રૂપ મિશ્ર સ્થાન છે, તે પણ આર્ય પુરુષો દ્વારા આચરણીય છે. ધર્મસ્થાન અને મિશ્રસ્થાન કર્મનો ક્ષય કરી મોક્ષ પ્રાપ્તિનું કારણ હોવાથી શ્રેષ્ઠ છે અને અધર્મસ્થાન સંસારવર્ધક હોવાથી અસાધુ-અગ્રાહ્ય છે. પન્નાઓ ડિવિયા, દવાઓ અપવિત્યા - શ્રમણોપાસકો એક દેશથી વિરત હોય છે, એક દેશથી અવિરત હોય છે, જેમ કે– શ્રાવકોને સંકલ્પ પૂર્વક હિંસાનો ત્યાગ હોય છે, પરંતુ આવશ્યક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org