Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
Fo
વિવેચનઃ
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
પ્રસ્તુત સૂત્રમાં લોભપ્રત્યયિક ક્રિયાસ્થાનનું સ્વરૂપ દર્શાવ્યું છે.
લોભ પ્રત્યયિક ક્રિયાસ્થાન ઃ– લોભના નિમિત્તે થતી પ્રવૃત્તિ લોભ પ્રત્યયિક ક્રિયાસ્થાન છે. સંસારી જીવોને પ્રાયઃ વિષયોની પ્રાપ્તિનો, પ્રાપ્ત થયેલા વિષયોના સંરક્ષણનો લોભ હોય જ છે અને તે લોભ કષાયના નિમિત્તે તે વિવિધ પ્રકારે પાપ પ્રવૃત્તિ કરે છે. તે જ રીતે કેટલાક તાપસાદિ સંન્યાસીઓ સંસારનો ત્યાગ કરીને વનવાસનો સ્વીકાર કરે, એકાંત સાધના કરે છે, તેમ છતાં તેના અંતરમાંથી પણ લોભના ભાવો છૂટતા નથી. તે તાપસાદિ સ્ત્રી આદિમાં મૂર્છિત થાય છે. કામભોગની આસક્તિથી પોતાની પાપલીલાને છુપાવી પાખંડી પ્રવૃત્તિ કરે છે. તેવા જીવો લોભના નિમિત્તે ઘણા કર્મોનો બંધ કરે છે.
પોતાની પાખંડી પ્રવૃત્તિથી આ ભવમાં બે-પાંચ વર્ષ સુધી ઇચ્છાપૂર્તિ કરે પરંતુ તે દુષ્કર્મના પરિણામે ભવ-ભવાંતરમાં દુઃખી થાય છે.
જ્ઞમૂયત્તાÇ :– બકરાની જેમ મૂકપણાને પ્રાપ્ત થાય છે, પશુની જેમ મૂકપણાને પ્રાપ્ત કરે છે. કેટલીક પ્રતોના મૂળપાઠમાં આ શબ્દની સાથે તે તનૂયત્તાર્ = તે બકરાની જેવા મૂકપણાને પ્રાપ્ત કરે છે અને નામૂયત્તાણ્ = જન્મથી મૂકપણાને પ્રાપ્ત કરે છે, આવા બે શબ્દો વધારાના જોવા મળે છે, પરંતુ દશવૈકાલિક આદિ અનેક શાસ્ત્રોમાં આ ભાવોને સૂચવવા માટે નમૂયત્તાર્ એક જ શબ્દનો પ્રયોગ જોવા મળે છે. આ સૂત્રની પ્રાચીન તાડપત્રીય પ્રતમાં મૂયત્તાÇ એક જ શબ્દ હોવાની સૂચના શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈથી પ્રકાશિત પ્રતના ટિપ્પણમાં આપેલ છે. તેથી અહીં મૂળપાઠમાં એક જ શબ્દને સ્વીકારીને બે શબ્દોને કોષ્ટકમાં આપ્યા છે.
તેરમું ક્રિયાસ્થાન : ઐર્યાપથિક :
१८ अहावरे तेरसमे किरियाठाणे इरियावहिए त्ति आहिज्जइ, इह खलु अत्तत्ताए संवुडस्स अणगारस्स इरियासमियस्स भासासमियस्स एसणासमियस्स आयाणभंडमत्तणिक्खेवणासमियस्स उच्चार- पासवण - खेल - सिंघाण- जल्ल-पारिट्ठावणियासमियस्स मणसमियस्स वइसमियस्स कायसमियस्स मणगुत्तस्स वइगुत्तस्स कायगुत्तस्स [गुत्तस्स ] गुत्तिंदियस्स गुत्तबंभयारिस्स आउत्तं गच्छमाणस्स आउत्तं चिट्ठमाणस्स आउत्तं णिसीय- माणस्स आउत्तं तुयट्टमाणस्स आउत्त भुंजमाणस्स आउत्तं भासमाणस्स आउत्तं वत्थं पडिग्गहं कंबलं पायपुंछणं गिण्हमाणस्स वा णिक्खिवमाणस्स वा जाव चक्खुपम्ह- णिवायमवि अत्थि वेमाया सुहुमा किरिया इरियावहिया णामं कज्जइ, सा पढमसमए बद्धा पुट्ठा, बिईयसमए वेइया, तइयसमए णिज्जिण्णा, सा बद्धा पुट्ठा उदीरिया वेइया णिज्जिण्णा सेयकाले अकम्मा यावि भवइ । एवं खलु तप्पत्तियं असावज्जे त्ति आहिज्जइ । तेरसमे किरियाठाणे इरियावहिए त्ति आहिए ।
Jain Education International
से बेमि- जे य अईया जे य पडुप्पण्णा जे य आगमिस्सा अरहंता भगवंतो सव्वे ते एयाइं चेव तेरस किरियाठाणाई भासिंसु वा भासेंति वा भासिस्संति वा पण्णविंसु
For Private Personal Use Only
www.jainelibrary.org