Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન–૨ : ક્રિયાસ્થાન
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં મિત્રદોષપ્રત્યયિક ક્રિયાસ્થાનનું સ્વરૂપ તથા તેના દુષ્પરિણામને સ્પષ્ટ કર્યા છે. મિત્તલોલવત્તિÇ :-મિત્રાબાનુપતાપેન લોષો મિત્રોષ સ્તપ્રત્યયિો વળ્યો મવૃત્તિ । મિત્ર-માતા-પિતા આદિ હિતૈષી સ્વજનોને અહીં ‘મિત્ર’ સંજ્ઞા આપી છે. કોઈ પણ કારણથી સ્વજનોને પીડિત કરવા તે મિત્રદોષ છે. તેના નિમિત્તે જે ક્રિયા સ્થાનનું સેવન થાય, તે મિત્રદોષ પ્રત્યયિક ક્રિયાસ્થાન કહેવાય છે.
૫૭
કોઈ સત્તાધીશ પુરુષ પોતાની સાથે રહેતા સ્વજનોના અલ્પ અપરાધમાં પણ પોતાની તુચ્છ પ્રકૃતિના કારણે તેને મહાદંડ આપે છે. તેવી વ્યક્તિઓ સ્વભાવની ઉગ્રતાથી હંમેશાં તનાવગ્રસ્ત રહે છે, વાત વાતમાં ગુસ્સે થાય, પરિણામે તે સ્વયં દુઃખી થાય અને આસપાસમાં રહેતા સ્વજનોને પણ હંમેશાં દુઃખી બનાવે છે. આ રીતે તે ઘોરતમ કર્મબંધ કરીને પરલોકમાં પણ દુઃખની પરંપરાનું સર્જન કરે છે. અગિયારમું ક્રિયાસ્થાન ઃ માયાપ્રત્યયિકઃ
१६ अहावरे एक्कारसमे किरियाठाणे मायावत्तिए त्ति आहिज्जइ । जे इमे भवंति गूढायारा तमोकसिया उलूगपत्तलहुया, पव्वयगुरुया, ते आरिया वि संता अणारियाओ भासाओ पउंजंति, अण्णहा संत अप्पाणं अण्णहा मण्णंति, अण्णं पुट्ठा अण्णं वागरेंति, अण्णं आइक्खियव्वं अण्णं आइक्खति ।
से जहाणामए केइ पुरिसे अंतोसल्ले तं सल्लं णो सयं णिहरइ, जो अण्ण णिहरावेइ णो पडिविद्धंसेइ एवमेव णिण्हवेइ, अविउट्टमाणे अंतो- अंतो रियाई [झियाइ ], एवमेव माई मायं कट्टु णो आलोएइ णो पडिक्कमइ णो जिंदइ णो गरिहइ णो विउट्टइ णो विसोहेइ णो अकरणयाए अब्भुट्ठेइ णो अहारिहं तवोकम्मं पायच्छित्तं पडिवज्जइ, माई अस्सिं लोए पच्चायाइ, माई परंसि लोए पुणो-पुणो पच्चायाइ, जिंदइ, गरिहइ, पसंसइ, णिच्चरइ, णणियट्टइ, णिसिरियं दंड छाएइ, माई असमाहडसुहलेस्से यावि भवइ, एवं खलु तस्स तप्पत्तियं सावज्जं त्ति आहिज्जइ । एक्कारसमे किरियाठाणे मायावत्तिए त्ति आहिए ।
શબ્દાર્થ :- મૂઢાયા – ગૂઢ આચારવાળા તમોસિયા = અંધારામાં છુપાઈને ખરાબ(પાપકારી) કાર્યો કરનારા શૂળપત્તતડ્ડયા = ઘૂવડની પાંખ જેવા હલકા પવ્યયય = પર્વતની સમાન ભારે અગરિયાઓ- અનાર્ય પડĪતિ = પ્રયોગ કરે છે, બોલે છે અંતોષન્તે = અંદરના શલ્યવાળા હિરફ = કાઢે છેપહિ- વિસેફ = નાશ કરે છેવિ-વિવર્તન કરે છે પવ્વાયાફ =જન્મ લેછેખિત્ત્વજ્ઞ = વધારે ખરાબ કામ કરે છેિિસરિય = કાઢેલા અસમા ડયુ જેસ્સે = શુભલેશ્યાથી રહિત, સારા વિચાર વિનાનો.
Jain Education International
ભાવાર્થ:ત્યાર પછી અગિયારમું માયાપ્રત્યયિક ક્રિયાસ્થાન કહેવાય છે, જેમ કોઈ વ્યક્તિ ગૂઢ આચરણવાળી હોય છે, લોકોને અંધારામાં રાખીને કામ કરે છે, પોતે ઘૂવડની પાંખ સમાન તુચ્છ હોવા છતાં પણ પોતાની જાતને પર્વત સમાન મહાન સમજે છે, તે આર્ય હોવા છતાં પણ સ્વયંને છુપાવવા માટે અનાર્ય ભાષાનો પ્રયોગ કરે છે, તે અન્ય રૂપમાં હોવા છતાં પણ સ્વયંને અન્યથા માને છે; તેને કંઈક
For Private Personal Use Only
www.jainelibrary.org