Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્યયન-૨: ફિયાસ્થાન
પ૩ ]
શોધતાં કોઈ અદંડનીય વ્યક્તિને ભ્રમથી દંડનીય સમજીને દંડ દેવો, તે દષ્ટિ વિપર્યાસ દંડ છે. છઠું ક્રિયાસ્થાન: મૃષાવાદ પ્રત્યચિક:|११ अहावरे छठे किरयाठाणे मोसवत्तिए त्ति आहिज्जइ । से जहाणामए केइ पुरिसे आयहेउं वा णायहेउं वा अगारहेउं वा परिवारहेउं वा सयमेव मुसं वयइ, अण्णेण वि मुसं वयावेइ, मुसं वयंत पि अण्णं समणुजाणइ, एवं खलु तस्स तप्पत्तियं सावज्जे त्ति आहिज्जइ । छठे किरियाठाणे मोसवत्तिए त्ति आहिए । શબ્દાર્થ - મોસવરણ = મૃષા પ્રત્યયિક, જૂઠ સંબંધી સયમેવ = સ્વયં મુi = મૃષા, અસત્ય વચઃ બોલે છે વાક્ = અન્ય પાસે બોલાવે છે વયd = બોલતા હોય તેને સમજુબાપ = સારું જાણે છે, અનુમોદના કરે છે. ભાવાર્થ :- ત્યાર પછી છઠ્ઠ અષાપ્રત્યયિક ક્રિયાસ્થાન કહેવાય છે, જેમ કે- કોઈ પુરુષ પોતાના માટે, સ્વજનો માટે, ઘર માટે, પરિવાર માટે સ્વયં અસત્ય બોલે, બીજા પાસે અસત્ય બોલાવરાવે અથવા અસત્ય બોલનાર અન્ય વ્યક્તિનું અનુમોદન કરે, તો તે વ્યક્તિને અસત્ય પ્રવૃત્તિ નિમિત્તક પાપ કર્મોનો બંધ થાય છે. આ છઠ્ઠું મૃષાવાદ પ્રત્યયિક ક્રિયાસ્થાન છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મૃષા પ્રત્યયિક ક્રિયાસ્થાનનું સ્વરૂપ દર્શાવ્યું છે. પોલવત્તિ:- સ ર સબૂતનિધવાસબૂતારોપણ રપઃ | સદ્ભુત ભાવોને છુપાવીને અસભૂત ભાવોને પ્રગટ કરવા, તે મૃષાવાદ પ્રત્યયિક ક્રિયાસ્થાન છે. આ ક્રિયાસ્થાન મન, વચન, કાયાથી કોઈ પણ પ્રકારના અસત્ય ભાષણ કરવાથી, કરાવવાથી અને અનુમોદન આપવાથી થાય છે.
પહેલાં પાંચ ક્રિયાસ્થાનમાં પ્રાયઃ પ્રાણીઓનો ઘાત થાય છે, તેથી શાસ્ત્રકારે તેને દંડસમાધાન કહ્યા છે, પરંતુ છટ્ટાથી લઈને તેરમા ક્રિયાસ્થાન સુધીના ભેદમાં પ્રાયઃ પ્રાણીઘાત થતો નથી, તેથી તેના માટે સૂત્રકારે ‘ક્રિયાસ્થાન” શબ્દનો પ્રયોગ કર્યો છે. સાતમું ક્રિયાસ્થાન: અદત્તાદાન પ્રત્યયિક :१२ अहावरे सत्तमे किरियाठाणे अदिण्णादाणवत्तिए त्ति आहिज्जइ । से जहाणामए केइ पुरिसे आयहेडं वा जाव परिवारहेडं वा सयमेव अदिण्णं आदियइ, अण्णेणं अदिण्णं आदियावेइ, अदिण्णं आदियंत अण्णं समणुजाणइ, एवं खल तस्स तप्पत्तिय सावज्जे त्ति आहिज्जइ । सत्तमे किरियाठाणे आदिण्णादाणवत्तिए त्ति आहिए । શબ્દાર્થ - વેળાવાળવત્તર = અદત્તાદાન પ્રત્યયિક વખi = અદત્ત, વસ્તુના સ્વામી દ્વારા ન દેવાયેલી વસ્તુ ચ = ગ્રહણ કરે છે આ વાવેઃ = ગ્રહણ કરાવે છે આ યત = ગ્રહણ કરતા હોય તેને. ભાવાર્થ :- ત્યાર પછી સાતમું અદત્તાદાનપ્રત્યયિક ક્રિયાસ્થાન કહેવાય છે, જેમ કોઈ વ્યક્તિ પોતાના માટે યાવતુ પોતાના ઘર અને પરિવાર માટે અદત્ત વસ્તુને સ્વયં ગ્રહણ કરે, બીજા પાસે ગ્રહણ કરાવે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org