Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્યયન-૨: ફિયાસ્થાન
૪૭ ]
એકથી દશ ગુણસ્થાનવર્તી સકષાયી જીવોની ક્રિયાને સાંપરાયિક ફિયાસ્થાન અને તેનાથી થતાં કર્મબંધને સાંપરાયિક કર્મબંધ કહે છે. સાંપરાયિક કર્મબંધ જ સંસાર પરિભ્રમણનું કારણ છે.
અગિયારમા, બારમા અને તેમાં ગુણસ્થાનવર્તી વીતરાગી જીવોની ક્રિયાને ઐર્યાપથિક ક્રિયાસ્થાન અને તેનાથી થતાં કર્મબંધને ઐયપથિક કર્મબંધ કહે છે. ઐર્યાપથિક કર્મબંધ અત્યંત અલ્પકાલીન હોવાથી તે સંસાર પરિભ્રમણનું કારણ નથી. અર્થદંડ આદિ પ્રથમ બાર ક્રિયાસ્થાનો સાંપરાયિક ક્રિયાસ્થાન છે અને તેરમું ક્રિયાસ્થાન ઐર્યાપથિક ક્રિયાસ્થાન છે. પ્રથમ ક્રિયાસ્થાનઃ અર્થદંડ પ્રત્યયિક :| २ पढमे दंडसमादाणे अट्ठादंडवत्तिए त्ति आहिज्जइ । से जहाणामए केइ पुरिसे आयहेडं वा णायहेडं वा अगारहेडं वा परिवारहेडं वा मित्तहेउं वा णागहेडं वा भूयहेडं वा जक्खहेउवा तं दंडं तसथावरेहिं पाणेहि सयमेव णिसिरइ, अण्णेण वि णिसिरावेइ, अण्णं पि णिसिरतं समणुजाणइ, एवं खु तस्स तप्पत्तियं सावज्जे त्ति आहिज्जइ । पढमे दंडसमादाणे अट्ठादंडवत्तिए त्ति आहिए । શબ્દાર્થ – માલંદવત્તા = અર્થદંડપ્રત્યયિક નાયકં = પોતાને માટે પાયકં = જ્ઞાતિને માટે કરવું = ઘરને માટે ખાસ દેવું = નાગને માટે ભૂકં = ભૂતને માટે કહેવું = યક્ષને માટે સિક્ક પ્રાણીઓને દંડ આપે છે તધ્વત્તિય = તે ક્રિયાના કારણે સાવજો = સાવધ કર્મનો, પાપકારી પ્રવૃત્તિનો. ભાવાર્થ :- પ્રથમ દંડસમાદાન અર્થાત્ પ્રથમ ક્રિયાસ્થાન અર્થદંડપ્રત્યયિક કહેવાય છે, જેમ કે- કોઈ પુરુષ પોતાના માટે, પોતાના જ્ઞાતિજનો માટે, ઘર કે પરિવાર માટે, મિત્રજનો માટે, નાગ, ભૂત, અને યક્ષ આદિ માટે, ત્રસ અથવા સ્થાવર જીવોને સ્વયં દંડ આપે છે, બીજા પાસે દંડ અપાવે છે, બીજા દંડ આપી રહ્યા હોય, તેની અનુમોદના કરે છે. આ સ્થિતિમાં તેને તે સાવધક્રિયાના નિમિત્તથી પાપકર્મોનો બંધ થાય છે. આ પ્રથમ અર્થદંડ પ્રત્યયિક દંડસમાધાન કહેવાય છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં તેર ક્રિયાસ્થાનોમાંથી અર્થદંડ પ્રત્યયિક પ્રથમ ક્રિયા સ્થાનનું વિશ્લેષણ છે. અર્થદંડઃ-સપ્રયોગનો બ્લોગઈવવું. આ પ્રયોજન પૂર્વક જે પાપપ્રવૃત્તિ થાય, તે અર્થદંડ છે.
જેમ કે પોતાના દેહ નિર્વાહ માટે, પરિવારના પાલન પોષણ માટે છકાય જીવોના આરંભ-સમારંભ કરે, આજીવિકા માટે વ્યાપાર ધંધામાં કોઈ પાપ પ્રવૃત્તિ કરે, કુલ પરંપરા પ્રમાણે દેવ-દેવીના ધૂપ-દીપ, નૈવેદ્ય આદિ કરે, આમ કોઈ પણ પ્રયોજનપૂર્વક થતી પાપ પ્રવૃત્તિઓનો સમાવેશ અર્થદંડમાં થાય છે.
કેટલાક મતાનુયાયી પ્રયોજનપૂર્વકની પાપ પ્રવૃત્તિમાં દોષ માનતા નથી, જેમ કે-ગૃહસ્થ જીવનમાં પરિવારના ભરણ-પોષણ માટે થતી પ્રવૃત્તિ હિંસક હોવા છતાં તે પ્રયોજન પૂર્વક થાય છે તેથી તેઓ તે પ્રવૃત્તિને ગૃહસ્થોના કર્તવ્ય તરીકે સ્વીકારે છે.
ભગવાન મહાવીર સ્વામીનો દષ્ટિકોણ અત્યંત વિશાળ છે. તેમાં જગતના સૂક્ષ્મ કે સ્થલ સર્વ જીવોના કલ્યાણની કામના છે. કોઈ પણ પ્રવૃત્તિ પ્રયોજનપૂર્વક થાય કેનિધ્ધયોજન થાય, પરંતુ તે પ્રવૃત્તિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org