Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
નિર્ણય કરી, હે ધારણા દેવી ! તારે એને સ્મૃતિમાં ભરી, કલ્યાણના માર્ગમાં આગે કદમ ભરવાના છે. એમ ઈહાકુમારીએ વિચાર દર્શાવ્યો, અવાયકુમારે નિર્ણય કર્યો અને ધારણાએ સ્મૃતિમાં લીધું. પ્રત્યાખ્યાન ક્રિયાનો મહિમા ગાતાં ગાતાં અનાદિનો અવળો આયાસ છોડી પરમ પ્રાણ પામવાનો પ્રયાસ કરતાં બીજા ક્ષેત્રની સફર કરવા નીસરી પડ્યા. પરમપ્રાણ પામવાનો પ્રયાસ પાંચમો (અઘ્યયન પાંચમું) :– મારો મતિજ્ઞાનનો ઉપયોગ શ્રુત જ્ઞાનની પાંખે ઊડીને આચારશ્રુતના સોફા ઉપર બિરાજમાન થયો.
ઉપયોગ બોલ્યો...લો...ભાઈ અવગ્રહકુમાર ! આચારશ્રુતના અર્થ દર્શાવો. અવગ્રહકુમારે આચાર શ્રુતના અધ્યયનને પકડી લીધું અને અર્થ દર્શાવવા લાગ્યો—
આચાર– આ + ચાર = ચાર વસ્તુની મર્યાદા. તે આ પ્રમાણે છે– (૧) જિનેશ્વરની આજ્ઞા (૨) જિનેશ્વર પ્રેરિત આરાધના (૩) જિનેશ્વરનું જ આલંબન (૪) જિનેશ્વરે બતાવેલ ચારિત્ર માર્ગનું આચરણ. પ્રભુની આજ્ઞા એવી છે કે સંયત-વિરત આત્માએ પાંચ મહાવ્રતને પાંચ સમિતિપૂર્વક પાળવા, ત્રણ ગુપ્તિપૂર્વક શ્રદ્ધા સહિત, વિધિ સહિત, ત્રણયોગની એકતા સાથે આરાધના કરવી. ચાર શરણાનું આલંબન લેવું. સતત તેનું આચરણ કરી અનુભૂતિ કરવી. દેહ અને આત્મા ભિન્ન કરીને આનંદ અનુભવી, પ્રસન્નતા કેળવવી. તેનું વિવેચન, તે ભાવના કેળવવાની પદ્ધતિ વિચારપૂર્વક ઈહાકુમારી સમજાવશે.
ઈહાકુમારી આવ્યા. નમસ્તે કહી વિચાર પ્રસ્તુત કરવા લાગ્યા.અવગ્રહકુમારે જે અર્થ કર્યો તે યથાતથ્ય કર્યો છે. પણ તેવો આચાર આવે ક્યારે ? બાધક તત્ત્વનો નાશ થાય ત્યારે. અનાદિકાળથી અનાચાર આચરવાની કુટેવ પડી છે, તેનો નાશ કરવા માટેના ઉપાયનો ઉપયોગ જ્યાં સુધી ન કરાય, ત્યાં સુધી સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્રના આરાધક ન બની શકાય. માટે ઉપયોગ કરવાની રીતોને આ અધ્યયનમાં દર્શાવેલ છે.
આચાર શુદ્ધિ માટે અનાચાર છોડવા જોઈએ. તેના માટે નિર્મળ દષ્ટિ, શ્રદ્ધા, પ્રરૂપણા, માન્યતા ધરાવવી જોઈએ અને વાણી પ્રયોગ, વિચારીને સમજપૂર્વક, અનાચાર રહિત કરવો જોઈએ. (૧) વીતરાગ પ્રરૂપિત રત્નત્રય રૂપ ધર્મમાં પ્રવ્રુજિત સાધક સત્યાસત્યને સમજવામાં કુશાગ્ર બુદ્ધિમાન થાય. (ર) પ્રસ્તુત આચાર શ્રુત અધ્યયનના વાક્યોને હૃદયંગમ કરે. (૩) બ્રહ્મચર્ય સાથે સંબંધિત આચાર-વિચારને જીવનમાં ધારણ કરે. (૪) જ્ઞાન, દર્શન, ચારિત્રાચાર સંબંધી અનાચરણ કદાપિ ન કરે.
આ અધ્યયનની પધાવલીમાં દર્શાવેલ લોક, અલોક, જીવની કર્મવિચ્છેદતા, કર્મબદ્ધતા, વિસદશતા, આધાકર્મદોષ યુક્ત આહારાદિથી લિપ્તતા, પાંચ શરીરોની સદશતા આદિના સંબંધમાં એકાંત માન્યતા અથવા તેની પ્રરૂપણાને અનાચાર કહ્યા છે. માટે મતાગ્રહી, કદાગ્રહી, એકાંતપક્ષીય ન થવું જોઈએ. અંતમાં સાધુને એક જ વાત ખ્યાલમાં રાખવાની કહી છે કે એકાંતવાદનો પ્રયોગ છોડી, મિથ્યા ધારણા આદિ અનાચાર દોષ છોડીને દરેક કાર્યમાં સજાગ થઈ, સુજાણ બની, આચાર-અનાચારના સભ્યજ્ઞાતા થઈને અનાચારનો ત્યાગ કરી, આચારના પાલનમાં નિપુણ
37
Personal
"Woolnel bangjo |