Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
Jain Edation In
પાઠની ટિપ્પણમાં તમૂયત્તાણ્...પાઠ છે. તેથી પ્રસ્તુત સંસ્કરણમાં તમૂયત્તાÇ, ગામૂયત્તાર્ બે શબ્દોને કૌંસમાં રાખ્યા છે.(અધ્યયનન–૧ સૂ. ૧૭)
અધ્યયન–૧ સૂ. ૫૫માં અણગારોની ઉપમાનું વર્ણન છે. વ્યાખ્યા અને ચૂર્ણિગ્રંથોમાં ઔપપાતિક સૂત્રના અતિદેશપૂર્વકનું સંક્ષિપ્ત કથન છે. મૂળપાઠમાં સંપૂર્ણ પાઠ ઔપપાતિક સૂત્રાનુસાર છે. તેમ છતાં તેના ક્રમમાં ભેદ છે અને આસિતા ફવ પાગડમાવા... આ એક ઉપમા લિપિદોષ વગેરે કોઈ પણ કારણથી છૂટી ગઈ હોય તેવી સંભાવના છે.
આ રીતે ગુરુકૃપાએ ક્ષયોપશમ પ્રમાણે સંશોધન પૂર્વક મૂલપાઠ, સૂત્રના શબ્દાર્થ, ભાવાર્થ અને અવશ્યકતાનુસાર વિવેચનનું સંપાદન કાર્ય કરીને આગમના ભાવોને સરળ, સુગમ અને સ્પષ્ટ કરીને વાચકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે.
અમારા અનંત ઉપકારી તપોધની ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા.ની અનન્ય કૃપા તથા પરોક્ષ પ્રેરણાથી જ એક-એક આગમનું સંપાદન કાર્ય અમારાથી થઈ રહ્યું છે.
આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિ મ.સા.ના વિશાળ આગમ જ્ઞાન પ્રકાશે, સંયમ શિરોમણિ મુખ્ય સંપાદિકા ભાવયોગિની ગુરુણીમૈયા પૂ. લીલમબાઈ મ.ની નિત્ય નૂતન પ્રેરણાથી, નિશદિન તન-મનથી અમારા સંપૂર્ણ સહયોગી ગુરુણીમૈયા પૂ. વીરમતિબાઈ મ.ના શ્રુતસેવા સદ્ભાવથી તથા પૂ. બિંદુબાઈ મ. આદિ ગુરુકુલવાસી સર્વ રત્નાધિક તથા અનુજ સતીવૃંદની પ્રસન્નતાથી અમે અમારા કાર્યને સફળ કરી રહ્યા છીએ. ઓ અનંત ઉપકારી ગુરુવર્યો ! અમારી શક્તિ અત્યંત સીમિત છે આપની કૃપા અપરંપાર છે. આપની કૃપાએ, આપના મંગલ ભાવે જ અમે શ્રુતસેવાનો—સ્વાધ્યાયનો આ મહત્તમ લાભ લઈ રહ્યા છીએ. શાસ્ત્ર સ્વાધ્યાયના માધ્યમથી અમે ક્રમશઃ આત્માની વૈભાવિક દશાનું અધ્યયન કરીને આપની કૃપાને સફળ બનાવીએ એ જ ભાવના........
અંતે આગમ સંપાદનમાં જિનવાણીથી ઓછી, અધિક કે વિપરીત પ્રરૂપણા થઈ હોય તો પંચ પરમેષ્ઠિ ભગવંતોની સાક્ષીએ ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્...........
સદા ૠણી માત-તાત ચંપાબેન-શામળજીભાઈ !
કર્યું તમે સંસ્કારોનું સિંચન,
અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી !
આપ્યું અણમોલું સંયમ જીવન
શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ ગુરુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુરુધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ પામું આત્મદર્શન.
49
સદા ઋણી માત-તાત લલિતાબેન-પોપટભાઈ ! કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ-વી૨ ગુરુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુરુધર્મની મળે એવી કૃપા
શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.
Private & Personal Use y
harbrary.org