Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૧: પુંડરીક
_
[ ૧૭ ]
તેઓ કુમાર્ગે જનારને સન્માર્ગે લાવીને મર્યાદામાં સ્થિર કરતા હોવાથી સેતુકર હોય છે, અદ્ભુત કાર્ય કરનારા હોવાથી કેતુકર હોય છે, કોશ, સૈન્યબલ આદિથી સમૃદ્ધ હોવાથી સાધારણ મનુષ્યોમાં શ્રેષ્ઠ હોય છે. તેઓ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, તે ચારે પુરુષાર્થને સિદ્ધ કરનારા, પુરુષોમાં શ્રેષ્ઠ હોય છે. તેઓ સિંહ જેવા નિર્ભય હોવાથી પુરુષસિંહ, વાઘ જેવા શૂરવીર હોવાથી પુરુષ વ્યાઘ, સર્પની જેમ સફળ કાપવાળા હોવાથી પુરુષાશીવિષ, દીન-દુઃખીઓ માટે કમળ જેવા કોમળ હૃદયવાળા હોવાથી પુરુષ પુંડરીક, શત્રુઓનું મર્દન કરનારા હોવાથી પુરુષગંધહસ્તિ સમાન હોય છે.
તે આઢય–અખૂટ ધનના સ્વામી, દખ-શત્રુઓના અભિમાનનો નાશ કરનાર, વિત્ત-સ્વધર્મ અને સ્વદેશના પાલક હોવાથી પ્રખ્યાત હોય છે. તેઓ અનેક ભવન, શય્યા, આસન, યાન, વાહનો આદિથી સમૃદ્ધ હોય છે. તેમનો કોષ્ઠાગાર ધાન્યથી અને ભંડાર સોના, ચાંદી આદિ મૂલ્યવાન પદાર્થોથી ભરેલો હોય છે. તેઓ ધનલાભના પ્રયોગમાં અર્થાતુ મોટા-મોટા વ્યાપારોમાં હંમેશાં ઉદ્યમશીલ રહે છે. તેમના ભોજનઘરમાં પ્રચુર માત્રામાં ભોજન બનતું હોય છે. તેમના ઘરમાં જમી લીધા પછી પણ ઘણું ભોજન વધે, તે ગરીબોને અપાતું હોય છે. તેમની સેવામાં અનેક દાસ-દાસીઓ રહે છે તથા તેમની પશુશાળામાં ઘણા ગાય, ભેંસ, ઘેટા આદિ પશુધન રહે છે.
તેમના યંત્રાગારો વિવિધ પ્રકારના મંત્રોથી, ખજાના સોનાના સિક્કાઓ અને રત્નો આદિથી, કોઠારો ધાન્યથી અને શસ્ત્રાગારો વિવિધ જાતના અસ્ત્ર-શસ્ત્રોથી યુક્ત હોય છે. તેઓ શારીરિક બળ, ધન બળ અને સૈન્ય બળથી સંપન્ન હોય છે અને તેમણે અન્ય શત્રુ રાજાઓને બળહીન બનાવ્યા હોય છે. તેમનું રાજ્ય પ્રજાને પીડા કરનારા તસ્કર આદિરૂપ કંટકથી રહિત હોવાથી ઉપહતકંટક; ચોર આદિને કારાગૃહમાં પૂરી રાખ્યા હોવાથી નિહતકંટક; ચોર, લૂંટારા આદિને પ્રહારોથી મથિત કરી નાંખ્યા હોવાથી મથિતકંટક અને ઉપદ્રવકારી મનુષ્યોનો સર્વથા દેશનિકાલ કર્યો હોવાથી ઉદ્ભૂતકંટક હોય છે. આ રીતે ચોર આદિ કંટકોને વિવિધ ઉપાયો દ્વારા દૂર કર્યા હોવાથી તેમનું રાજ્ય સર્વ પ્રકારે નિર્કંટક હોય છે. તે જ રીતે તેમનું રાજ્ય ઉપહતશત્રુ, નિહતશત્રુ, મથિતશત્રુ, ઉદ્ધતશત્રુ, નિર્જિતશત્રુ અને પરાજિત શત્રુ હોય છે. તેમના રાજ્યમાં દુષ્કાળ આદિનો કે માર-મરકી આદિનો ભય હોતો નથી. આ રીતે ક્ષેમ-કુશળ, કલ્યાણકારી–ઉપદ્રવ રહિત, સુભિક્ષ–લોકોને સર્વ સામગ્રીઓ સુલભ હોય, કોઈ પણ પ્રકારના વિદન કે કલહ ન હોય, તે રીતે રાજ્યનું અનુશાસન કરતાં તેઓ વિચરણ કરે છે.
१० तस्स णं रण्णो परिसा भवइ- उग्गा उग्गपुत्ता, भोगा भोगपुत्ता, इक्खागा इक्खागपुत्ता, णाया णायपुत्ता, कोरव्वा कोरव्वपुत्ता, भट्टा भट्टपुत्ता, माहणा माहणपुत्ता, लेच्छई लेच्छई पुत्ता, पसत्थारो पसत्थपुत्ता, सेणावई सेणावईपुत्ता ।
तेसिं च णं एगइए सड्डी भवइ, कामं तं समणा य माहणा य संपहारिंसु गमणाए । तत्थ अण्णयरेणं धम्मेणं पण्णत्तारो वयं इमेणं धम्मेणं पण्णवइस्सामो, से एवमायाणह भयंतारो ! जहा मे एस धम्मे सुयक्खाए सुपण्णत्ते भवइ । શબ્દાર્થ - ૩ = ઉગ્નકુળમાં ઉત્પન્ન થયેલ ૩પુરા = ઉગ્રપુત્ર ભોજપુત્તા = ભોગપુત્ર વોરજ્ઞા = કુરુકુળમાં ઉત્પન્ન થયેલ, ભET = સુભટકુળમાં ઉત્પન્ન થયેલ લઠ્ઠી = શ્રદ્ધાવાનું. ભાવાર્થ:- તે રાજાની પરિષદ-સભામાં ઉગ્રકુળમાં ઉત્પન્ન થયેલા ઉગ્ર પુરુષો તથા ઉગ્રપુત્રો, ભોગકુળમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org