Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૦ |
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
પદાર્થો અને સંબંધોની અશરણતા :४३ से बेमि पाईण वा जाव संतेगइया मणुस्सा भवंति, तं जहा- आरिया वेगे अणारिया वेगे, उच्चागोया वेगे णीयागोया वेगे, कायमंता वेगे हस्समंता वेगे, सुवण्णा वेगे दुवण्णा वेगे, सुरूवा वेगे दुरूवा वेगे । तेसिं च णं खेत्तवत्थूणि परिग्गहियाणि भवंति, तं जहा- अप्पतरा वा भुज्जतरा वा । तेसिं च णं जण-जाणवयाई परिग्गहियाई भवंति, तं जहा- अप्पतरा वा भुज्जतरा वा; तहप्पगारेहिं कुलेहिं आगम्म अभिभूय एगे भिक्खायरियाए समुट्ठिया । सतो वा वि एगे णायओ य उवगरणं च विप्पजहाय भिक्खायरियाए समुट्ठिया; असतो वा वि एगे णायओ वा अणायओ य उवगरणं च विप्पजहाय भिक्खायरियाए समुट्ठिया भवति । ભાવાર્થ - (શ્રી સુધર્મા સ્વામી શ્રી જંબૂસ્વામીને કહે છે કે, હે જંબૂ! હું આ પ્રમાણે કહું છું કે પૂર્વ આદિ ચારે ય દિશાઓમાં વિવિધ પ્રકારના મનુષ્યો નિવાસ કરે છે, તેમાં કેટલાક આર્ય હોય છે, કેટલાક અનાર્ય હોય છે, કેટલાક ઉચ્ચ ગોત્રના અને કેટલાક નીચ ગોત્રના હોય છે, કેટલાક મનુષ્ય ઊંચા અને કેટલાક નીચા હોય છે, કેટલાકના શરીરનો રંગ સુંદર હોય છે, કેટલાકનો અસુંદર હોય છે, કેટલાક સુરૂપ હોય છે, કેટલાક કુરૂપ હોય છે. તેઓએ પોતાની માલિકીમાં થોડાં અથવા વધારે ખેતર અને મકાન વગેરે પરિગ્રહરૂપે ગ્રહણ કરેલા હોય છે, તેઓએ પોતાની માલિકીમાં થોડા-ઘણાં માણસો અને દેશોને પરિગ્રહરૂપે ગ્રહણ કરેલા હોય છે. આવા વિવિધ પ્રકારના કુળમાં જન્મેલા મનુષ્યોમાંથી કેટલાક મનુષ્યો વિષય-ભોગની આસક્તિ છોડીને ભિક્ષાવૃત્તિ ધારણ કરવાનો નિશ્ચય કરે છે. તેમાં કેટલાક મનુષ્યો વિદ્યમાન સ્વજન, પરિજન, તથા વિભિન્ન ભોગપભોગના સાધનો કે ધન-ધાન્યાદિ વૈભવને છોડીને ભિક્ષાવૃત્તિ ધારણ કરવા તત્પર બને છે અને કેટલાક મનુષ્યો અવિધમાન સ્વજન, પરિજન તથા વિભિન્ન ભોગોપભોગના સાધનોનો ત્યાગ કરીને ભિક્ષાવૃત્તિ ધારણ કરવા તત્પર થી ४४ जे ते सतो वा असतो वा णायओ अणायओ य उवगरणं च विप्पजहाय भिक्खायरियाए समुट्ठिया । पुव्वामेव तेहिं णायं भवइ, तं जहा- इह खलु पुरिसे अण्णमण्णं ममट्ठाए एवं विप्पडिवेदेइ, तं जहा- खेत्तं मे, वत्थु मे, हिरण्णं मे, सुवण्णं ને, થઇ ને, થઇને, વરસને, દૂ,વિડત-થા-પ-ર-ગ-નોત્તિ--સિનप्पवाल-रत्त-रयण-संतसार-सावएज्ज मे, सद्दा मे, रूवा मे, गंधा मे, रसा मे, फासा मे ।एते खलु मे कामभोगा, अहमवि एतेसिं । શબ્દાર્થ:- વસં = કાંસ્ય પાત્ર, કાંસાના વાસણ દૂi = દૂષ્ય, વસ્ત્ર. ભાવાર્થ-જે વિધમાન અથવા અવિધમાન સ્વજન, પરિજન, વિવિધ પ્રકારના ભોગોપભોગના સાધનોનો ત્યાગ કરીને ભિક્ષાચરી માટે તત્પર થાય છે, તે બંને પ્રકારના સાધકો પહેલેથી આ રીતે સમજી ગયા હોય છે કે આ લોકમાં મનુષ્યો પોતાનાથી ભિન્ન પર પદાર્થો વિષે મમત્વના કારણે આ પ્રમાણે માને છે કે આ ખેતર, મારું છે, આ મકાન મારું છે, આ ચાંદી મારી છે, આ સોનું, ધન, ધાન્ય, કાંસાના વાસણો, બહુમૂલ્યવાન વસ્ત્રો તથા લોખંડ આદિધાતુ મારાં છે, આ પ્રચુર ધન, ગાય, ભેંસ આદિ પશુધન, સોનું રત્ન, મણિ, મોતી, શંખ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org