Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન–૧ : પુંડરીક
५९ से भिक्खू जे इमे कामभोगा सचित्ता वा अचित्ता वा ते णो सयं परिगिण्हइ, णेव अण्णेण परिगिण्हावेइ, अण्णं परिगिण्हतं पि ण समणुजाणइ, इति से महया आयाणाओ उवसंते उवट्ठिए पडिविरए ।
ભાવાર્થ :- જે ભિક્ષુ સચિત્ત કે અચિત્ત કામભોગના સાધનોનો સ્વયં પરિગ્રહ રાખતા નથી, બીજા પાસે પરિગ્રહ રખાવતા નથી અને પરિગ્રહ રાખનારનું અનુમોદન કરતા નથી, તે ભિક્ષુ ઘણા કર્મબંધથી મુક્ત થાય છે, શુદ્ધ સંયમ પાલનમાં ઉદ્યમવંત થાય છે અને પાપકર્મોથી વિરત થાય છે.
૩૯
६० भिक्खू जंपि य इमं संपराइयं कम्मं कज्जइ णो तं सयं करेइ, णेव अण्णेणं कारवेइ, अण्णं पि करेंतं णाणुजाण, इति से महया आयाणाओ उवसंते उवट्ठिए पडिविरए ।
AGEार्थ :- संपराइयं कम्मं = सपरायि अर्भ, दुषाय सहितना दुर्भ.
ભાવાર્થ :- જે ભિક્ષુ સાંપરાયિક કર્મબંધ કરતા નથી, બીજા પાસે કરાવતા નથી અને સાંપરાયિક કર્મબંધ કરનારની અનુમોદના કરતા નથી, તે ભિક્ષુ ઘણા કર્મબંધથી મુક્ત થાય છે, તે શુદ્ધસંયમમાં ઉધમવંત થાય છે અને પાપથી વિરત થાય છે.
६१ से भिक्खू जं पुण जाणेज्जा असणं वा पाणं वा खाइमं वा साइमं वा अस्सिं पडियाए एगं साहम्मियं समुद्दिस्स पाणाई भूयाइं जीवाइं सत्ताइं समारब्भ समुद्दिस्स कीयं पामिच्चं अच्छेजं अणिसिट्ठ अभिहडं आहट्टु उद्देसिय चेइयं तं णो सयं भुंजइ, णो अण्णणं भुंजावेइ, अण्णं पि भुंजंतं ण समणुजाणइ, इति से महया आदाणाओ उवसंते उवट्ठिए पडिविरए ।
शGधार्थ :- पामिच्चं = उधार सावेसुं अच्छेज्ज = छीनवी सीधेसुं अणिसिद्धं = भागीहारनी स्वीकृति विना सीधेनुं अभिहडं = सामे लावेलु.
ભાવાર્થ :- જો તે ભિક્ષુ આ પ્રમાણે જાણે કે કોઈ ગૃહસ્થે સાધુને દાન દેવાના ઉદ્દેશ્યથી પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વનો આરંભ કરીને અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ રૂપ ચારે પ્રકારનો આહાર બનાવ્યો છે, ખરીદ્યો છે, કોઈ પાસેથી ઉધાર લીધો છે, બળજબરીથી છીનવી લીધો છે, તેના માલિકને પૂછ્યા વિના જ લઈ લીધો છે, સાધુની સન્મુખ લાવ્યા છે, આ પ્રકારના ઔદ્દેશિક આદિ દોષયુક્ત તે સદોષ આહારનું ભિક્ષુ પોતે સેવન ન કરે, બીજા સાધુઓને પણ તે આહારનું સેવન ન કરાવે અને તે સદોષ આહારનું સેવન કરનારની અનુમોદના ન કરે. આ પ્રકારના સદોષ આહાર ત્યાગી તે ભિક્ષુ ઘણા કર્મબંધથી મુક્ત થાય છે,
તે
શુદ્ધ સંયમ પાલનમાં ઉધમવંત થાય છે અને પાપકર્મોથી વિરત થાય છે.
६२ से भिक्खु अह पुण एवं जाणेज्जा, तं जहा - विज्जइ तेसि परक्कमे जस्सट्ठाए चेइयं सिया, तं जहा- अप्पणो से पुत्ताणं, धूयाणं, सुण्हाणं, धाईणं, णाईणं, राईणं, दासाणं, दासीणं कम्मकराणं, कम्मकरीणं, आएसाए, पुढो पहेणाए, सामासाए, पायरासाए, सण्णिहिसंण्णिचओ कज्जइ, इहमेगेसिं माणवाणं भोयणाए । तत्थ भिक्खू परकड
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org