Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૧: પુંડરીક
_
[ ૩૫ ]
सपरिग्गहा, अहं खलु अणारंभे अपरिग्गहे । जे खलु गारत्था सारंभा सपरिग्गहा, संतेगइया समण-माहणा वि सारंभा सपरिग्गहा, एएसिं चेव णिस्साए बंभचेरं चरिस्सामो, कस्स णं तं हेउ ? जहा पुव्वं तहा अवर, जहा अवरं तहा पुव्वं । अंजू चेते अणुवरया अणुवट्ठिया पुणरवि तारिसगा चेव ।। શબ્દાર્થ - ર = ગૃહસ્થ સરંભ = આરંભ સહિત સરજાઈ = પરિગ્રહ સહિત અારંભે = આરંભરહિત પરિવારે = પરિગ્રહરહિત જિલ્લા = નિશ્રા-આશ્રયમાં પુષ્ય = પહેલા નવરં = પછી અyવર = અનુપરત-દોષોથી અવિરત અનુવાદિયા = અનુપસ્થિત-જે ધર્મમાં ઉપસ્થિત નથી તે, ભાવાર્થ:- આ લોકમાં ગૃહસ્થો આરંભ અને પરિગ્રહવાળા હોય છે, કેટલાક શ્રમણો તથા બ્રાહ્મણો પણ આરંભ અને પરિગ્રહ યુક્ત હોય છે, કારણ કે તેઓ ત્રસ અને સ્થાવર પ્રાણીઓનો સ્વયં આરંભ કરે છે, બીજા દ્વારા પણ આરંભ કરાવે છે અને આરંભ કરનારાની અનુમોદના પણ કરે છે.
આ લોકમાં ગૃહસ્થો તો આરંભ અને પરિગ્રહ યુક્ત હોય જ છે, કેટલાક શ્રમણો અને બ્રાહ્મણો પણ આરંભ અને પરિગ્રહયુક્ત હોય છે, કારણ કે તેઓ સચિત્ત અને અચિત્ત બંને પ્રકારના કામભોગો સ્વયં ગ્રહણ કરે છે, બીજા પાસે ગ્રહણ કરાવે છે તથા ગ્રહણ કરનારાની અનુમોદના કરે છે.
આ લોકમાં ગૃહસ્થો આરંભ અને પરિગ્રહયુક્ત હોય જ છે. કેટલાક શ્રમણો અને બ્રાહ્મણો પણ આરંભ પરિગ્રહયુક્ત હોય છે. (આવી સ્થિતિમાં આત્માર્થી સંયમી ભિક્ષુવિચાર કરે છે કે, હું (આરંતુ ધર્માનુયાયી મુનિ) આરંભ અને પરિગ્રહ રહિત છું. જે ગૃહસ્થો છે, તેઓ આરંભ પરિગ્રહ સહિત છે, કેટલાક શ્રમણશાક્ય ભિક્ષુ તથા બ્રાહ્મણો પણ આરંભ અને પરિગ્રહથી યુક્ત છે, તેથી આરંભ-પરિગ્રહ યુક્ત પૂર્વોક્ત ગૃહસ્થો અને શ્રમણ-બ્રાહ્મણોના આશ્રયથી હું બ્રહ્મચર્યનું(મુનિજમ)નું પાલન કરીશ. પ્રશ્ન- આરંભપરિગ્રહ સહિત ગૃહસ્થો અને કેટલાક શ્રમણ બ્રાહ્મણોની નિશ્રામાં જ જ્યારે રહેવાનું છે, તો પછી તેનો ત્યાગ કરવાનું શું કારણ છે? ઉત્તર-ગૃહસ્થ જેમ પહેલાં આરંભ-પરિગ્રહ સહિત હોય છે, તેમ પાછળથી પણ આરંભ-પરિગ્રહ સહિત હોય છે અને કેટલાક શ્રમણો બ્રાહ્મણો પણ પ્રવ્રજ્યા ધારણ કરતાં પહેલાં જેમ આરંભ-પરિગ્રહયુક્ત હોય છે, તે રીતે પછી પણ આરંભ-પરિગ્રહમાં આસક્ત રહે છે, આરંભ-પરિગ્રહથી નિવૃત્ત નથી, શુદ્ધ સંયમનું આચરણ કરવા માટે ઉધમવંત નથી. તે શાક્યાદિ ભિક્ષુઓ ગૃહસ્થ તુલ્ય જ હોય છે, તેથી સાધુઓએ એવા પુરુષોનો આશ્રય લેવો પડે છે અર્થાતુ અનારંભી અને અપરિગ્રહી બનીને સાધનાના સાધન ભૂત શરીરના નિર્વાહ માટે મુનિને આહારાદિ તો તેઓની પાસેથી જ પ્રાપ્ત કરવો પડે છે. |५२ जे खलु गारत्था सारंभा सपरिग्गहा, संतेगइया समण-माहणा सारंभा सपरिग्गहा, दुहओ पावाई इति संखाए दोहिं वि अंतेहिं अदिस्समाणे इति भिक्खू रीएज्जा । से बेमि- पाईणं वा पडीणं वा उदीणं वा दाहिणं वा एवं से परिण्णायकम्मे, एवं से विवेगकम्मे, एवं से वियंतकारए भवतीति मक्खायं । શબ્દાર્થ :- હિસ્સાને = અદશ્યમાન, દોષોથીરહિત થઈને રીપળા = સંયમમાં પ્રવૃત્તિ કરે પરિણય-શ્ન = પરિજ્ઞાત કર્મા, કર્મના રહસ્યને જાણનારા વિવેવને = કર્મબંધનથી રહિત નિયંતજાર = કર્મોનો અંત કરનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org