Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૦
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
બીજો પુરુષ ઃ પાંચ મહાભૂતવાદી :
-
२४ अहावरे दोच्चे पुरिसजाए पंचमहब्भूइए त्ति आहिज्जइ- इह खलु पाईणं वा पडीणं वा उदीणं वा दाहिणं वा संतेगइया मणुस्सा भवंति अणुपुव्वेणं लोयं उववण्णा, तं जहा - आरिया वेगे एवं जाव दुरूवा वेगे । तेसिं च णं महं एगे राया भवइ महया; एवं चेव णिरवसेसं जाव सेणावइपुत्ता । तेसिं च णं एगइए सड्ढी भवइ, कामं तं समणा य माहणा पहारिंसु गमणाए । तत्थ अण्णयरेणं धम्मेणं पण्णत्तारो वयमिमेणं पण्णवइस्सामो, से एवमायाणह भयंतारो ! जहा मे एस धम्मे सुअक्खाए सुपण्णत्ते भवइ ।
શબ્દાર્થ:- ભયંતારો = હે સભાસદો ! હે પુરુષો ! આ શ્રોતાઓને આદર સહિતનું સંબોધન છે. ભાવાર્થ:- ત્યાર પછી બીજો પુરુષ પંચમહાભૂતવાદિક છે– આ મનુષ્ય લોકમાં પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ વગેરે દિશાઓમાં ઉત્પન્ન થયેલા વિવિધ પ્રકારના મનુષ્યો રહે છે. તેમાં કેટલાક આર્ય, કેટલાક અનાર્ય યાવત્ કેટલાક સુંદર, કેટલાક બેડોળ હોય છે. તેમાં કોઈ રાજા હોય છે. તે રાજા મહાન આદિ પૂર્વ સૂત્રોક્ત વિશેષણોથી યુક્ત હોય છે અને તેમની રાજપરિષદ પણ પૂર્વ સૂત્રોક્ત સેનાપતિ પુત્ર વગેરેથી યુક્ત હોય છે. તે સભાસદોમાંથી કોઈ પુરુષ શ્રદ્ધાવાન હોય છે. તે શ્રદ્ધાવાન પુરુષ ધર્મ પ્રાપ્તિની ઇચ્છાથી કોઈ શ્રમણ કે બ્રાહ્મણ પાસે જાય છે. ત્યારે ધર્મની પ્રરૂપણા કરનાર કોઈ શ્રમણ કે બ્રાહ્મણ એ પ્રમાણે નિશ્ચય કરે છે કે અમે આ ધર્મશ્રદ્ધાળુ પુરુષની સમક્ષ અમારા ધર્મની પ્રરૂપણા કરશું. તેમ નિર્ણય કરીને ધર્મનું કથન કરે છે. કથન કરીને અંતે કહે છે કે હે પુણ્યવાન પુરુષો ! હું જે કંઈ ઉત્તમ ધર્મનો બોધ આપી રહ્યો છું, તેને આપ પૂર્વ પુરુષો દ્વારા સમ્યક પ્રકારે પ્રરૂપિત અને સત્ય સમજો.
२५ इह खलु पंच महब्भूया जेहिं णो विज्जइ किरिया इ वा अकिरिया इवा सुकडे इ वा दुक्कडे इ वा कल्लाणे इ वा पावए इ वा साहू इ वा असाहू इ वा सिद्धि इ वा असिद्धि इ वा णिरए इ वा अणिरए इ वा अवि यंतसो तणमायमवि । ભાવાર્થ:- આ જગતમાં પંચમહાભૂત છે અર્થાત્ સમગ્ર સંસાર પંચમહાભૂતાત્મક છે. જેમાં પંચમહાભૂત દ્વારા જ આપણી સર્વ ક્રિયાઓ થાય છે. આત્મામાં ક્રિયા કે અક્રિયા, સુકૃત કે દુષ્કૃત, પુણ્ય કે પાપ, સારું કે ખરાબ, સિદ્ધિ કે અસિદ્ધિ, નરકગતિ કે નરકથી ભિન્ન અન્યગતિ યોગ્ય કોઈ ક્રિયા થતી નથી. વિશેષ શું કહેવું ? એક તણખલાની હલવા માત્રની ક્રિયા પણ પાંચ મહાભૂતોથી થાય છે.
Jain Education International
२६ तं च पदुद्देसेणं [पिहुद्देसेणं ] पुढोभूयसमवायं जाणेज्जा, तं जहा- पुढवी एगे महब्भू, आऊ दोच्चे महब्भूए, तेऊ तच्चे महब्भूए, वाऊ चउत्थे महब्भू, आगासे पंचमे महब्भूए । इच्चेए पंच महब्भूया अणिम्मिया अणिम्माविया अ णो कित्तिमा णो कडगा अणाइया अणिहणा अवंझा अपुरोहिया सतंता सासया । શબ્દાર્થ :- વુદ્દેશેળ [fપદુદ્દેસેળ] = પૃથક્ ઉદ્દેશથી, જુદાં-જુદાં નામથી ભૂલસમવાય = ભૂત સમૂહને (પૃથ્વી, પાણી આદિ પાંચ મહાભૂતને) આrs = આકાશ જ્ઞિિમ્નયા = અનિર્મિત જ્ઞખિમ્માવિયા = બીજા
For Private Personal Use Only
www.jainelibrary.org